________________
પ૮૮
અધ્યાત્મ સાર.
ભાવાર્થી—વિચક્ષણ પુરૂષે અન્વય અને વ્યતિરેકથી નવતવડે આત્મતત્વનો એવી રીતે નિશ્ચય કરે. ૧૮
વિશેષાથ_એવી રીતે એટલે પ્રથમ દર્શાવ્યા પ્રમાણે વિ. ચક્ષણ પુરૂષે અન્વય એટલે સંબંધથી અને વ્યતિરેક એટલે અભાવથી જીવાજીવાદિ નવતત્વે વડે આત્મતત્વને નિશ્ચય કરે. ૧૮૯, એજ પરમ અધ્યાત્મ, અમૃત, પરમ જ્ઞાન,
અને પરમ યોગ છે.
दं हि परमध्यात्मममृतं ह्यद एव च । इदं हि परमं ज्ञानं योगोऽयं परमः स्मृतः ॥ १० ॥
ભાવાર્થ–આ જ પરમ અધ્યાત્મ છે, આ જ પરમ અમૃત છે, આ જ પરમ જ્ઞાન છે અને આ જ પરમ ગ છે. ૧૯૦ ' વિશેષાર્થ એ આત્મ તત્વનો નિશ્ચય તેજ પરમ અધ્યાત્મ છે, તે જ પરમ અમૃત છે, તે જ પરમ જ્ઞાન છે, અને તે જ પરમ
ગ છે. એટલે આત્મતત્વને નિશ્ચય થવાથી ઉકૃષ્ટ અધ્યાત્મ, ઉત્કૃષ્ટ અમૃત, ઉત્કૃષ્ટ જ્ઞાન, અને ઉત્કૃષ્ટ એગ પ્રાપ્ત થાય છે. ૧૯૦ આ ગુહ્ય તત્ત્વ અલ્પબુદ્ધિવાળાઓને આપવું નહીં. गुह्याद्गुह्यतरं तत्त्वमेतत्सूक्ष्मनयाश्रितम् । न देयं स्वस्पबुकीनां तर्खेतस्य विमंबिका ॥ १९१ ॥