________________
આત્મનિશ્ચયાધિકાર. ' ૫૮૩ વિશેષાર્થ-જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપજ મેક્ષ છે. એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી મેક્ષ પ્રાપ્ત થાય છે, અને તેના અભાવે પાખંડીનાં લિંગ ધારણ કરી, ફરનારાઓ અને ગુહસ્થનાં લિંગ લઈ ફરનારાઓને કેઈ જાતની કૃતાર્થતા થતી નથી, એટલે તેથી કઈ રીતે મોક્ષ પ્રાપ્ત થતું નથી. ૧૭૯ સિદ્ધાંતના સારને કયા પુરૂષે જાણતા નથી? पाखंडिगणलिंगेषु गृहलिगेषु येरताः । न ते समयसारस्य झातारो बालबुधयः ॥ १० ॥
ભાવાર્થ–જે પુરૂષ પાખંડિના સમૂહનાં લિગેને વિષે અને ગૃહસ્થનાં લિંગને વિષે આસક્ત રહે છે, તે બાળ બુદ્ધિવાળા પુરૂષે સિદ્ધાંતના સારને જાણનારા દેતા નથી. ૧૮૦ | વિશેષાર્થ–પાખંડિએના સમૂહનાં લિગેને વિષે અને ગૃહસ્થનાં લિંગને વિષે જેઓ આસક્ત રહે છે, તે પુરૂષે બાળબુદ્ધિવાળા છે, તેથી તેઓ સિદ્ધાંતના સારને જાણી શક્તા નથી. તેથી પાખંડી અને ગૃહસ્થનાં લિંગ ધારણ કરવામાં મુનિએએ આસક્ત થવું ન જોઈએ. ૧૮૦ લિંગસ્થ અથવા ગૃહસ્થ કયારે સિદ્ધિને પામે છે?
जावलिंगरता येतु सर्वसारविदो हि ते । लिंगस्था वा गृहस्था वा सिध्यति धुतकटमषाः ॥ ११ ॥