________________
પ૮૨
અધ્યાત્મ સાર, જયારે આત્માની એકતા પ્રાપ્ત થાય છે, ત્યારે
શું થાય છે? झानदर्शन चारित्रै रात्मैक्यं बनते यदा । कर्माणि कुपितानीव भवंत्याशु तदा पृथग् ॥ १७॥
ભાવાર્થ-જ્યારે આત્મા, જ્ઞાન, દર્શન અને ચારિત્રથી એક તાને પામે છે, ત્યારે જાણે કર્મ કેપ પામ્યાં હોય, તેમ તત્કાળ જુદા થઈ જાય છે. ૧૭૮ .
વિશેષાર્થ-જ્યારે આત્મા, જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાથે એક્તા પામે છે, એટલે આત્મા, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ બને છે, ત્યારે તેના કર્મો તેનાથી જુદાં થઈ જાય છે. તે ઉપર ગ્રંથક્ત ઊપ્રેક્ષા કરે છે કે, જાણે તે કર્મ કેપ પામ્યા છે, તેમ જુદાં થઈ જાય છે. કેપ પામેલે માણસ જુદો પડે, એ લેશિક વ્યવહાર છે. ૧૭૮ એ ઉપરથી સિદ્ધ થાય છે કે, રત્નત્રયીજ
મેક્ષરૂપ છે. अतो रत्नत्रयं मोक्तस्तदनावे कृतार्थता। पाखंमिगणालिंगेश्च गृहलिंगैश्च कापि न ॥ १७ ॥
ભાવાર્થ––એથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રસ્તે જ મોક્ષરૂપ છે. અને તેના અભાવે પાખંડીઓના સમૂહનાં લિગેથી અને ગૃહલિગથી કઈ જાતની કૃતાર્થતા નથી. ૧૭૯