________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૭૯
વિશેષાર્થ –જે પુરૂષે પિતાના હદયની અંદર દઢ એવી અજ્ઞાનમય શંકાને દૂર કરવાની ઈચ્છા રાખતા હોય, એટલે શુંકા, કાંક્ષા વગેરે દેષથી દૂર રહેનારા હેય, અને હદયમાં વૈરાગ્યની ઈચ્છા ધરાવતા હોય, તેવા પુરૂષે અધ્યાત્મ શાસ્ત્ર સાંભળવાની ઈ.
ચ્છા કરે છે, એટલે શંકા રહિત અને વૈરાગ્યની ઈચ્છાવાળા પુરૂષ અધ્યાત્મ શાસ્ત્રને શ્રવણ કરવાના અધિકારી છે. ૧૭૩.
કેવો પુરૂષ પ્રત્યક્ષ શંકાને નાશ કરતા નથી?
दिशादर्शकं शाखाचंद्रन्यायेन तत्पुनः। प्रत्यक्षविषयां शंकां न हि हंति परोक्षधीः ॥ १७४
ભાવાર્થ–પક્ષ બુદ્ધિવાળે પુરૂષ દિશાને દર્શાવનાર શાખાચંદ્રના ન્યાયથી પ્રત્યક્ષ વિષયની શંકાને નાશ કરતું નથી. ૧૭૪
વિશેષાર્થ—જે પુરૂષ પરોક્ષ બુદ્ધિવાળે છે, તે જેમ નિર્મ ળ ચક્ષુ છતાં ગ્રહણ ઘેલા જેવી નજર થઈ જાય, તે તેથી તે એક ચંદ્રની પાસે બીજો ચંદ્ર દેખે છે, એ ન્યાયે અધ્યાત્મશાસ્ત્ર દિશાને દેખાડે છે, પણ તેમાં જે પરોક્ષ બુદ્ધિ હોય, તે તે પ્રત્યક્ષ વિષયની શંકાને ટાળી શકે નહીં. એટલે અધ્યાત્મને વિષય પ્રત્યક્ષપણે નથી, પણ પરીક્ષપણે છે, માટે સ્વભાવે જે અધ્યાત્મ શાય છે, તે પણ બુદ્ધિ છે, અનુભવે તે સાક્ષાત પ્રત્યક્ષપણાને હણ શકે નહીં એટલે આત્માનુભવી પુરૂષે પિતાના અનુભવ કરી, આ માને પ્રત્યક્ષ અનુભવ કરે છે. ૧૭૪