________________
આત્મનિશ્ચયાધિકાર.
છ
ભાવાર્થ-વ્યતાથી પ્રેરાએલે જતુ પરિણામને અનુસાર પુરય તથા પાપને બાંધતે તે પ્રમાણે પ્રવર્તે છે. ૧૭૦
વિશેષાર્થ-જે પ્રાણીમાં ભવ્યતા હોય છે, તે ભવ્યતા પ્રાણીને પ્રેરણ કરે છે. તે પ્રેરણાથી તે ભવ્ય પ્રાણી રાગ દ્વેષના પરિણમને અનુસારે પુણ્ય પાપને બાંધતે, તેવી પ્રવૃત્તિમાં જોડાય છે. એટલે પુણ્યને બાંધવાથી સારી પ્રવૃત્તિમાં જોડાય છે, અને પાપને બાંધવાથી નઠારી પ્રવૃત્તિમાં જોડાય છે. ૧૭૦
શુદ્ધ નિશ્ચયથી આત્મા બંધાતું નથી,
પણ તેને બંધની શંકા આવે છે. शुद्धनिश्चयतः स्वात्मा न बद्धो बंधशंकया। भयकंपादिकं किंतु रज्जावहिपतेरिव ॥ १७१ ॥
ભાવાર્થ આત્મા શુદ્ધ નિશ્ચયથી બંધાએલે નથી, પણ રજજુમાં સર્ષની જેમ બંધની શંકાથી તેને ભય, કંપ વગેરે થાય છે. ૧૭૧
- વિશેષા–- શુદ્ધ નિશ્ચય હોય તે, આત્માને બંધ થત નથી, પણ તેને બંધની શંકા રહે છે, તે શંકાને લઈને રજજુમાં અપની શંકાથી જેમ ભય-કંપ વગેરે થાય છે, તેમ તેને ભયકંપ વગેરે થાય છે. ૧૭૧
* ૩૭