________________
૫૧૬
અધ્યાત્મ સાર
પુણ્યથી થયેલું સુખ કેવી રીતે દુખ રૂપ છે? परिणामाच्च तापाच्च संस्काराच्च बुधैर्मतम् ।। गुणवृत्तिविरोधाच मुखं पुण्यनवं सुखम् ।। ६४॥
ભાવાર્થ-પરિણામથી, પરિતાપથી, સંસ્કારથી અને ગુણ વૃત્તિના વિરોધથી પુણ્યથી થયેલું સુખ, દુઃખ રૂપ છે. એમ વિદ્વા નોએ માનેલું છે. ૬૪
વિશેષાથ-પુણ્યથી થયેલું સુખ ચાર કારણેને લઈને દુઃખ રૂપ છે. પરિણામથી એટલે સુખને લઈને અનેક વિષય-કષા સેવાય છે, તેથી પરિણામે નઠારાં કર્મ બંધાતાં છેવટે દુખ પ્રાપ્ત થાય છે. પરિતાપથી એટલે સુખની તૃપ્તિ ન થતાં વિશેષ સુખ મેળવવાને હૃદયમાં પરિતાપ રહ્યા કરે છે, તેથી પણ દુઃખ છે. સંસ્કારથી એટલે સુખના સંસ્કાર એવા લાગી જાય છે કે, જેથી દુખ રહ્યા કરે છે, અને ગુણવૃત્તિના વિરોધથી એટલે સુખને લઈને બીજા આત્માના ગુણેનો વિરોધ થાય છે, એટલે પરિણામે દુઃખ થાય છે. એ ચાર કારણેથી પુણ્યથી થયેલું સુખ પણ દુખરૂપ બને છે. ૬૪ શરીરની પુષ્ટિને પરિણામ અતિ ભયંકર છે. देहपुष्टर्नरामय॑नायकानामपि स्फुटम् । महाजपोषणस्येव परिणामोऽतिदारुणः ॥६५॥
ભાવાર્થ–મનુષ્ય અને દેવતાના નાયકોને મેટા બકરાના પાષણની જેમ દેહની પુષ્ટિથી અતિ ભયંકર પરિણામ આવે છે. ૫