________________
-~
આત્મનિશ્ચયાધિકાર
૫૦૩ તે વિષે કૃષ્ણ કરેલ અર્જુનને બેધ. इंद्रियाणि पराण्याहुरिंद्रियेन्यः परंमनः । मनसोऽपि पराबुधिर्यो बुद्धः परमस्तुसः ॥ ४०॥
ભાવાર્થ–સર્વમાં ઇદ્રિ પર છે, ઇન્દ્રિયોથી પર મન છે, મનથી પર બુદ્ધિ છે, અને બુદ્ધિથી પર તે આત્મા છે. ૪૦
વિશેષાર્થકૃષ્ણ અર્જુનને આપેલ ઉપદેશ અહિં પ્રમાણુ રૂપે આપે છે. સર્વેમાં ઇદ્રિ પર છે, ઈદ્ધિથી પર મન છે, મનથી પર બુદ્ધિ છે, અને બુદ્ધિથી પર આત્મા છે. આત્મા સર્વથી પર છે. એ વાતમાં અન્યદર્શનીનું પ્રમાણ આપેલું છે. ૪૦
આત્માને મૂર્ત કહેવામાં કે જામ છે विकले हंत लोकऽस्मिन्नमूर्ते मूर्तताघ्रमात् । पश्यत्याश्चर्यवदज्ञानी वदत्याश्चर्यवचः॥४१॥
ભાવાર્થ—અજ્ઞાની લેકમાં આ અમૂર્ત આત્માને વિષે જે મૂર્તતા માનવામાં આવે છે, તે બ્રમથી છે. અજ્ઞાની પુરૂષ આશ્ચર્યવત જુએ છે, અને આશ્ચર્યવાળું વચન બોલે છે. ૪૧
વિશેષા–આત્મા અમૂર્ત છે, છતાં તેનામાં જે મૂતા માનવામાં આવે છે, તે અજ્ઞાની લેકને ભ્રમ છે, તે અજ્ઞાની આશ્ચર્યવત્ જુએ છે, એટલે અમૂર્તને મૂર્તરૂપે જુએ છે અને આ