________________
જ૮૨ - અધ્યાત્મ સાર.
ભાવાર્થ_એક્યતા અને પૃથક્તાથી આત્માનું ધ્યાન હિતકરી છે, અને તેથી જુદી રીતે આગ્રહ રાખનારા પુરૂષની જે બુદ્ધિ છે, તે વૃથા વિડંબના રૂપ છે. ૫
વિશેષાર્થ_એક્યતા અને ભિન્નતાથી આત્માનું ધ્યાન હિતકારી છે, એટલે આત્માનું એકત્વ પણ માનવું, અને પૃથક્ત પણ માનવું, અને તેમ માની ને આત્માનું ધ્યાન કરવું, તે હિતકારી છે, જેઓ તે સિવાય પિતાની બુદ્ધિ બીજી રીતે ચલાવે છે, એટલે એકાંતે આત્માને એક અથવા ભિન્ન માને છે, તેઓની તે બુદ્ધિ વૃથા વિડંબનારૂપ છે. ૫
જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં લક્ષણેથી પ્રતિપાદિત
સ્વભાવસ્થ આત્મા એકજ છે.
___ एक एव हि तत्रात्मा स्वनावसमवस्थितः ।
ज्ञानदर्शनचारित्रलक्षणप्रतिपादितः ॥६॥
ભાવાર્થ-તેમાં સ્વભાવમાં રહેલ આત્મા એકજ છે. અને જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં લક્ષણેથી પ્રતિપાદિત થયેલ છે. ૬
વિશેષાર્થ જે આત્મા પિતાના આત્મિક સ્વભાવ પણે હેલ છે, તે એકજ છે. તેમાં કેઈ જાતને ભેદ માનવાને નથી. અને જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં લક્ષણેથી તેનું પ્રતિપાદન કરેલ છે. ૬