________________
ધ્યાનસ્તુત્યધિકાર.
૪૭૫ આત્મા અને પરમાત્માને માટે જે વિવાદ છે, તે ભેદ બુદ્ધિથી થયેલ છે. તેને ધ્યાન વડે સંધિ
થાય છે.
आत्मनो हि परमात्मनि योऽभूनेंदबुद्धिकृत एव विवादः।। ध्यानसंधिकदमुं व्यपनीय द्रागभेदमनयोर्वितनोति ॥११॥
ભાવાર્થ–આત્માને પરમાત્માને વિષે જે વિવાદ છે તે ભેદ બુદ્ધિથી કરેલ છે. તે ધ્યાનરૂપી સંધિ કરનાર એ વિવાદને દૂર કરી, એ આત્મા અને પરમાત્માને ભેદ તત્કાળ દૂર કરી બતાવે છે. ૧૧
વિશેષાર્થ કેટલાએક આત્મા અને પરમાત્મામાં વિવાદ કરે છે એટલે તેમને જુદા જુદા માનવાને વાત કરે છે, તે તેમને વિવાદ ભેદબુદ્ધિથી થાય છે, એટલે આત્મા અને પરમાત્મામાં ભેદ માનવાથી થાય છે. પરંતુ જેઓ ધ્યાન રૂપી સંધિ કરે છે, એટલે ધ્યાન કરી, તે આત્મા અને પરમાત્માની વચ્ચે સંધિ કરાવે છે, તેથી આત્મા અને પરમાત્માની વચ્ચેના ભેદને દૂર કરી નાંખે છે. અર્થાત જેનામાં ધ્યાન કસ્તાને ગુણ હોય છે તેને આત્મા અને પરમાત્માને ભેદ રહેતું નથી. તે બંનેને એકજ રૂપે માને છે. ૧૧
ખરું અમૃત ધ્યાનમાં રહેલું છે. चामृतं विभृते फणिोके कक्षयिण्यपि विधौ त्रिदिवेवा । काप्सरोरतिमतां त्रिदशानां ध्यान एव तदिदं बुधसेव्यम्॥१॥