________________
ધ્યાનસ્તુત્યધિકાર.
૪૬૭
अधिकार १७ मो..
ध्यानस्तुत्य धिकार.
કેવું ધ્યાન સેવવું?
यत्र गच्छति परं परिपाकं पाकशासनपदं तृणकल्पम् । स्वप्रकाशमुखबोधमयं तद्ध्यानमेव भवनाशि नजध्वम् ॥१॥
ભાવાર્થ-જે ધ્યાન પરમ પરિપાકને પામતાં ઈંદ્રનું પદ પણ તૃણવત્ લાગે છે, તેવા સ્વપ્રકાશક, સુખરૂપ, બેધમય અને સંસારને નાશ કરનારા ધ્યાનનું સેવન કરો. ૧
વિશેષાર્થ–સેળમાં અધિકારમાં ધ્યાનનું સ્વરૂપ કહી, હવે આ ધ્યાન સ્તુતિ નામના સત્તરમા અધિકારને આરંભ કરે છે. આ અધિકારમાં ધ્યાનની સ્તુતિ કરવામાં આવી છે. જ્યારે આત્માના સ્વરૂપને નિશ્ચય કરવામાં આવે, તે પહેલાં ધ્યાન જાણવાની આવશ્યક્તા છે. કારણ કે, ધ્યાન કરવાની વસ્તુ આત્મસ્વરૂપ છે, તેથી પ્રથમ ગ્રંથકાર આ શ્લોકથી ધ્યાનનું સેવન કરવાની સૂચના કર છે. જેમને આત્મસ્વરૂપને નિશ્ચય કરે છે, તેમણે પ્રથમ ક્યાનનું સેવન કરવું જોઈએ. તે ધ્યાન કેવું હોવું જોઈએ? જ્યારે તે