________________
ધ્યાનાધિકાર.
૪૫૫
ભાવાર્થ અન્યદર્શીનીઓએ પણ જે સ્થિતપ્રન પુરૂષનુ લક્ષણ કહેલુ છે. તે સવ અહિ ઘટે છે, અને કરેલી છે. ૬૩
અહિં તેની વ્યવસ્થા
વિશેષા—જે અન્યદર્શનીએએ સ્થિતપ્રજ્ઞ પુરૂષનું લક્ષણ પેાતાના આગમમાં કહેલ છે, તે સ અહિં ઘટેછે, અને તેની વ્ય વસ્થા અહિં કરેલી છે. ૬૩
સ્થિતપ્રજ્ઞ કાને કહેવા ? તે કૃષ્ણે ગીતામાં અર્જુનને કહેલ છે.
प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान् । ग्रात्मन्येवात्मसंतुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥ ६४ ॥
ભાવાથ—હે અર્જુન ! જે પુરૂષ જ્યારે સર્વ મનોગત એવા કામને છેડી છે, અને પેાતાના આત્માને વિષે સંતુષ્ટ રહેછે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ૬૪
- વિશેષા—કૃષ્ણ અર્જુનને કહેછે. હે અર્જુન ! જ્યારે પુરૂષ પેાતાના મનની અંદર રહેલા મનારથાને છેડી દે, અર્થાત્ નિષ્કામ વૃત્તિએ રહે, અને પોતાના આત્માને વિષેજ સંતુષ્ટ થઈને રહે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ૬૪
दुखेष्वनुविग्नमनाः सुखेषु विगतस्पृहः । वीतरागनयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ।। ६५ ।।