________________
અધ્યાત્મ સાર.
વિશેષાર્થ–ધર્મધ્યાન ઉપર જેની બુદ્ધિ લાગેલી છે, એવા પુરૂષે બીજા એના જેવા આગમને વિષે રહેલા પદાર્થોનું ચિંતવન કરવું. ૬૧
ધર્મધ્યાનને ધ્યાતા કેવો હોવો જોઈએ?
मनसथेंद्रियाणां च जयाद्यो निर्विकारधीः । धर्मध्यानस्य स ध्याता शांतो दांतः प्रकीर्तितः ॥ ६॥
ભાવાર્થ–મન અને ઇન્દ્રિયને જય કરવાથી જે નિર્વિકાર બુદ્ધિવાળે, શાંત, અને દાંત છે, તે ધર્મધ્યાનને ધ્યાતા કહેલે છે. દર
વિશેષાર્થ—ધર્મધ્યાનને ધ્યાતા પુરૂષ મન અને ઇન્દ્રિયને જય કરવાથી નિર્વિકારી બુદ્ધિવાળો હોય છે, એટલે જ્યારે મન અને ઇન્દ્રિયનો જય થાય છે, ત્યારે બુદ્ધિ નિર્વિકારી બને છે. તેમ વળી તે પુરૂષ શાંત અને ઇન્દ્રિયનું દમન કરનારે હોય છે. દર
જે સ્થિતપ્રજ્ઞનું લક્ષણ પારદર્શનીઓ કહે છે, તે
બધું તેમાં ઘટે છે.
परैरपि यदिष्टं च स्थितप्रज्ञस्य लकणम् । घटते ह्यत्र तत्सर्वे तथा चेदं व्यवस्थितम् ॥ ६३ ॥