________________
૪૩૨
અધ્યાત્મ સાર,
ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થતી નથી. તેમ બીજા દર્શનવાળાઓ પણ કહે છે. ૨૧ ' વિશેષાર્થ-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય એ ચાર ભાવનાઓ ભાવવાથી, પુરૂષ ધ્યાનની ગ્યતાને પ્રાપ્ત કરે છે. કારણ કે, એ ચાર ભાવનાઓ ભાવવાથી, ધ્યાતા પુરૂષનું ચિત્ત સ્થિર થાય છે. જ્યારે ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થઈ, એટલે તેનામાં ધ્યાનની ગ્યતા આવે છે. તે સિવાય એટલે તે ચાર ભાવના ભાવ્યા સિવાય ધ્યાનની યેગ્યતા આવતી નથી. આ વાત અન્ય દર્શ નીઓએ પણ પિતાના સિદ્ધાંતમાં કહેલ છે. ૨૧
અન્ય દર્શનીનું પ્રમાણ આપે છે. चंचलं हि मनः कृष्ण प्रमाथि बलवद् दृढम् । तस्याहं निग्रहं मन्ये वायोरिव सुष्करम् ॥॥
ભાવાર્થ–હે કૃષ્ણ! મન ચંચલ, મથન કરનારું, બલવાન અને દઢ હેય છે, તેથી વાયુની જેમ તે મનને નિગ્રહ કર દુષ્કર છે, એમ હું માનું છું ૨૨
વિશેષાર્થ—અજુન ગીતામાં કૃષ્ણને પુછે છે કે, હે કૃષ્ણ મન ઘણું ચંચલ છે, તેમ મથન કરનારૂં એટલે ઈદ્રિને મથન કરી જાગ્રત કરનારું છે, તે સાથે બલવાન અને દઢ છે. આવા બલવાન મનને નિગ્રહ કરે, તે વાયુને નિગ્રહ કર્યાની જેમ મુશ્કેલ છે. તેથી તેવા મનને નિગ્રહ શીરીતે થાય? તે કૃપા કરી જણાવે. આ પ્રમાણે કૃષ્ણ પ્રત્યે અર્જુનને પ્રશ્ન છે. ૨૨