________________
૪૨૦
અધ્યાત્મ સાર.
ભાવાર્થ-નિર્ભય રહેનાર, નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર દષ્ટિ રાખનાર, વ્રતમાં રહેનાર, સુખ આસન કરનાર, પ્રસન્ન મુખ રાખનાર, દિશાઓનું અવલોકન નહીં કરનાર, દેહને મધ્ય ભાગ, મસ્તક અને ડેક અવકપણે ધારણ કરનાર, દાંત વડે દાંતને સ્પર્શ નહીં કરનાર, હઠરૂપ પલ્લવને બરાબર મેલવી રહેનાર, આર્ત તથા રેદ્ર ધ્યાનને છેડી ધર્મ અને શુકલ ધ્યાનમાં બુદ્ધિને રાખનાર, અને પ્રમાદ રહિત થઈ, ધ્યાનમાં તત્પર રહેનાર મુનિ જ્ઞાન યોગી કહેવાય છે. ૮૦-૮૧-૮૨
વિશેષાર્થ–જે જ્ઞાનયોગી મુનિ હોય, તેનિર્ભય રહે છે. તે પિતાની નાસિકાના અગ્ર ભાગે દૃષ્ટિને સ્થિર રાખે છે. હમેશાં પિત ધારણ કરેલાં વ્રતને પાળે છે, તે હમેશાં ધ્યાન ધરે છે. જ્યારે તે ધ્યાન ધરે, ત્યારે સુખાસન કરી બેસે છે. પિતાના મુખને પ્રસન્ન રાખે છે. કોઈ પણ દિશા તરફ જોતું નથી. પિતાના શરીરના મધ્ય ભાગને, મસ્તકને અને ગ્રીવાને સરલપણે રાખે છે. દાંતને દાંત અડકાડતું નથી. હઠની સાથે હેઠ બરાબર મેળવી રાખે છે. ધ્યાનવસ્થામાં રહી, આર્ત તથા રોદ્ર ધ્યાન કરતું નથી. ધર્મ અને શુકલ ધ્યાનને ધ્યાય છે. અને કેઈ જાતને પ્રમાદ રાખ્યા વગર, ધ્યાનને વિષે તત્પર રહે છે. આ મુનિ ખરેખર જ્ઞાનગી કહેવાય છે. ૮૦-૮૧-૮૨ ધ્યાનેગને પ્રાપ્ત થયા પછી મુક્તિયોગને પામે છે. कर्मयोगं समन्यस्य ज्ञानयोगसमाहितः । ध्यानयोगं समारुह्य मुक्तियोगं प्रपद्यते ॥ ३ ॥