________________
૩૮૨
અધ્યાત્મ સાર.
મનને કેવી રીતે વશ કરવું જોઈએ ?
यतो यतो निःसरति मनश्चंचलमस्थिरम् । ततस्ततो नियम्यैत दात्मन्येव वशं नयत् ।। १६ ॥
ભાવાર્થી—ચપળ અને સ્થિર એવું મન જે જે વસ્તુમાં પ્રસાર થાય છે, તે તે વસ્તુમાંથી તેને પાછું વાળી-નિયમિત કરી આત્માને વશ કરવું. ૧૬
વિશેષાર્થ–ચંચળ અને અથિર એવું મન જે જે વસ્તુમાં પ્રસાર થાય છે, એટલે જે જે વસ્તુમાં આસક્ત થાય છે, તે તે વતુમાંથી તેને પાછું વાળી આત્માને વશ કરવું, એટલે આત્માને આધીન કરવું. કહેવાનો આશય એ છે કે, મને એવું ચંચળ અને અસ્થિર છે કે, જે દરેક વસ્તુ તરફ ખેંચાયા કરે છે. જે જે વસ્તુમાં મન આસક્ત થયું હોય તે તે વસ્તુમાંથી મનને પાછું વાળી આત્માને વશ કરવું. એમ કરવાથી આત્મજ્ઞાન એગ થાય છે. ૧૬ તેથી મનને અદ્રઢ રાખનારા પુરૂષે આવ
કાદિ ક્રિયા કરવી, अतएवाहढस्वांतः कुर्याच्छास्त्रादिना क्रियाम् । सकलां विषयप्रत्याहरणाय महामतिः ॥ १७ ॥
ભાવાર્થ–એ કારણથી જેનું મન દઢ નથી, એવા મહા બુદ્ધિવાળા પુરૂષે વિષને ત્યાગ કરવા માટે શાસ્ત્ર વિગેરેથી સર્વ ક્રિયા કરવી. ૧૭