________________
ગાધિકાર.
૩૯૭
વિશેષાર્થ_જે અપ્રમત્ત સાધુઓ છે, તેમને આવશ્યકાદિ હિયા નિયમિત નથી, એટલે તેમને આવશ્યકાદિ ક્રિયા કરવાની જરૂર નથી. કારણ કે, તેમને ધ્યાન શુદ્ધિ હોય છે, અર્થાત જેનામાં કયાન શુદ્ધિ હોય એટલે આત્મજ્ઞાન ગ હોય તેમણે આવશ્યકાદિ ક્રિયા કરવાની જરૂર નથી. તેથી આત્મજ્ઞાન સાધવા યોગ્ય છે.
કેવા જીવને કર્તવ્ય નથી?
यस्त्वात्मरतिरेव स्या दात्म तप्तश्च मानवः । आत्मन्येव च संतुष्ट स्तस्य कार्य न विद्यते ॥ ८॥
ભાવાર્થ–જે પુરૂષ આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્માને વિષે સંતુષ્ટ રહે છે, તેને કાંઈ કર્તવ્ય રહેતું નથી. ૮ ' વિશેષાર્થ જે આત્મરતિ એટલે આત્માને વિષે પ્રીતિવાલે હોય છે, અને જે પુરૂષ આત્મતૃપ્ત એટલે આત્માથી જ તૃપ્ત રહેનારે હેય છે, તેમ આત્માને વિષે સંતુષ્ટ એટલે આત્માજ સ્વવસ્તુ છે, બીજી પુદ્દગલાદિ વસ્તુ પરવસ્તુ છે,” એમ જાણે આત્મામાં સંતુષ્ટ રહેનાર હોય છે, તેવા આત્મરતિ, આમ તૃપ્ત અને આત્મા સંતુષ્ઠ પુરૂષને પછી કાંઈ પણ કર્તવ્ય રહેતું નથી. ૮
તેવા પુરૂષને કર્તવ્ય રહેતું નથી, તેનું શું કારણ? . नैव तस्य कृतेनार्थो नाकृते नेह कश्चन ।
न चास्य सर्वजूतेषु कश्चि दर्थव्यपाश्रयः॥ ए॥