________________
૭૭૨
અધ્યાત્મ સાર
વિશેષાર્થ જે પુરૂ દુરાગ્રહ રાખનારા છે, તેઓ અધ માધમ છે. તેમની સ્થિતિ પણ અધમ થાય છે. તેઓને સ્વાર્થ પ્રિય લાગે છે, પણ ગુણવાન પુરૂષ પ્રિય લાગતું નથી. તેમની મૂઢ પુરૂષની સાથે મૈત્રી થાય છે, પણ તત્વવેત્તાઓની સાથે મિત્રી થતી નથી. અર્થાત દુરાગ્રહી પુરૂષ સ્વાથી અને કુસંગી હોય છે. તેવી અધમ સ્થિતિવાળા દુરાગ્રહી પુરૂને સર્વથા ત્યાગ કરે હોઈએ. ૨૧
એ દુરાગ્રહને ત્યાગ કરનારા પુરૂષને શું થાય છે? इदं विदस्तत्त्व मुदार बुद्धि रसद्ग्रहं यस्तृणव जहाति । जहाति नैनं कुलजेव योषिद गुणानुरक्ता दयिता यश:श्रीः।२॥
ભાવાર્થ–ઉદાર બુદ્ધિવાલે જે પુરૂષ આ તત્વને જાણી કદા ગ્રહને તૃણની જેમ છેડી દે છે, તેને ગુણાનુરાગી એવી કુલીન પ્રિય સ્ત્રીની જેમ ગુણાનુરાગી એવી પ્રિય યશ લક્ષ્મી છેડતી નથી. રર
વિશેષાર્થ–ઊદાર બુદ્ધિવાલે પુરૂષ “કદાગ્રહ સર્વથા ત્યાગ કરવાગ્યા છે એવા તત્વને જાણીને કદાગ્રહનેતૃણવત્ ગણી છડી દે છે, તે પુરૂષને ગુણાનુરાગી એવી કુલીન સ્ત્રીની જેમ યશ લક્ષ્મી છેડતી નથી. યશલક્ષ્મી પણ ગુણાનુરાગી હોવાથી તે પુરૂષને છોડ તી નથી. અહિં ચા એ શબ્દથી ગ્રંથકર્તાએ પિતાનું “ય વિના એ નામ સૂચવ્યું છે. ૨૨
इति कदाग्रह त्यागाधिकार चतुर्दशः।