________________
કદાહ ત્યાગાધિકાર.
૩૭૧
વિદ્યા વગેરે ગુણો કદાગ્રહથી નાશ પામે છે. विद्या विवेको विनयो विशुद्धिः सिम्घांतवानन्यमुदारताच । असद्ग्रहायाति विनाशमेते गुणास्तृणानीव कणादवानेः॥३०॥
ભાવાર્થ-દાવાનળના તણખાથી જેમ ઘાસ નાશ પામે છે, તેમ કદાગ્રહ રાખવાથી વિદ્યા, વિવેક,વિનય, વિશુદ્ધિ, સિદ્ધાંત
ઉપર પ્રેમ અને ઉદારતા એ ગુણે નાશ પામે છે. ૨૦ ' વિશેષાર્થ—વિદ્યા, વિવેક, વિનય, શુદ્ધિ, સિદ્ધાંત ઉપર પ્રેમ
અને ઉદારતા એવા ઉત્તમ ગુણે પણ દુરાગ્રહને લઈને નાશ પામે છે, એટલે જેનામાં દુરાગ્રહ હેય, તે પુરૂષમાં વિદ્યા વગેરે ગુણે રહી શક્તા નથી. તે ઉપર દ્રષ્ટાંત આપે છે. જેમ દાવાનળના એક નાના તણખાથી ઘાસ બળી જાય છે, તેમ એક દુરાગ્રહથી વિદ્યા વગેરે ઊત્તમ ગુણે નાશ પામી જાય છે. ૨૦
કદાગ્રહી--અધમાધમ પુરૂષની સ્થિતિ કેવી હોય છે?
स्वार्थः प्रियो नो गुणवांस्तु कश्चिन् मूढेषु मैत्री नतु तत्त्ववित्सु असद् प्रहापादित विश्रमाणां स्थितिः किलासावध माधमानाम,
|| g? |
ભાવાર્થ-દુરાગ્રહને વિષે વિશ્રાંત થયેલા અધમાધમ પુરની સ્થિતિ એવી હોય છે કે, તેઓને સ્વાર્થ પ્રિય લાગે છે. ગુણ વાન પુરૂષ પ્રિય લાગતું નથી. તેઓ મૂઢ પુરૂષ સાથે મૈત્રી રાખે છે, તત્વવેત્તાઓની સાથે રાખતા નથી. ૨૧