________________
કદાગ્રહ ત્યાગાયિકાર, કદાહને પાષાણનું રૂપક આપી વર્ણવે છે. असद्ग्रहगावमये हि चित्ते न कापि सदनावरस प्रवेशः । शहांकुर श्चित्त विशुष बोधः सिफांतवाचां बत कोपराधः॥७॥
ભાવાર્થકાગ્રહ રૂપ પાષાણુથી વ્યાસ એવા ચિત્તમાં કઈ કિકાણે પણ સદ્ભાવ રૂપ રસને પ્રવેશ થતો નથી. તે અહિં ચિત વિશુદ્ધ બોધરૂપ અંકુરતે કયાંથી પ્રગટ થાય તેમાં સિદ્ધાંત વાણીને શ અપરાધ છે?
વિશેષાર્થ-જેમ પાષાણની અંદર રસને પ્રવેશ થતું નથી, તેમ કરાગ્રહરૂપ પાષાણુથી વ્યાસ એવા હદયમાં સદ્ભાવરૂપ રસને પ્રવેશ થતો નથી. જેમ રસનો પ્રવેશ થયા વિના વૃક્ષને અંકુર પ્રગટ થતું નથી, તેમ સદ્ભાવરૂપ રસને હદયમાં પ્રવેશ થયા વિના ચિત્તના શુદ્ધ બોધરૂપી અંકુરે પ્રગટ કયાંથી થાય? જ્યારે સદૂભાવરૂપ રસ અને ચિત્તના યુદ્ધ બોધરૂપ અંકુર પ્રગટ ન થાય, તે પછી તેમાં સિદ્ધાંત વાણીને શે અપરાધ? કહેવા આશય એ છે કે, જે હદયમાં કદાગ્રહ રાખવામાં આવે તો તેમાં સદ્ભાવ પ્રગટ થતું નથી, અને સદ્ભાવ વિના ચિત્તની શુદ્ધિરૂપ બે પ્રાપ્ત થતું નથી, તે પછી કદિ સિદ્ધાંત વાણી જાણવામાં આવી હોય, તે પણ તે શા કામની? ૭ વ્રત, તપ અને પિંડશુદ્ધિ કરવામાં આવે તોપણ
કદાગ્રહ હોય તે, તેનું ફળ પ્રાપ્ત થતું નથી, व्रतानि चीणोनि तपोऽपि तप्तं कृता प्रयत्नेन च पिंकशुफिः । अनूत्फलं यत्तु न निन्दवाना मसद्ग्रहस्यैव हि सोऽपराधः ॥७॥