________________
અધ્યાત્મ સાર. ભાવાર્થ–પૂર્વે નિશ્વયનય અને વ્યવહારને આરેપ માત્ર ઉપચારથી છે, પણ પાંચમા ગુણઠાણાથી માંડીને એ નય ઈચ્છે છે. ૧૩.
વિશેષાર્થ–નિશ્ચયનય અને વ્યવહારનય–એ બન્ને નયને આરોપ માત્ર ઉપચારથીજ છે, એટલે નિશ્ચય અને વ્યવહાર બને નયને જે આરોપ કરવામાં આવે છે, તે ઊપચારને લઈને છે, અને તે નય પાંચમા ગુણઠાણાથી માંડીનેજ ઈચ્છાય છે. એ અધ્યાત્મની પૂર્વ સ્થિતિ છે. ૧૩
તે વિષે બીજી યુકિત દષ્ટાંતપૂર્વક દર્શાવે છે.
चतुर्थेऽपि गुणस्थाने शुश्रूषाद्या क्रियोचिता । अप्राप्तस्वर्णनूषाणां रजताचरणं यथा ॥१४॥
ભાવાર્થ–શુથષા–સેવા કરવી, વગેરે કિયા એથે ગુણ ઠાણે પણ ઉચિત છે. જેમને સુવર્ણનું આભૂષણ મળે નહીં, તેમને રૂપાનું આભૂષણ મળે તે સારું ગણાય છે. ૧૪
વિશેષાર્થ ચોથે ગુણઠાણે બીજું કાંઈ ન બને તે છેવટ સેવા વગેરે ક્રિયા કરવી ઉચિત છે, અને તેનાથી ઉત્તમ પ્રકારને લાભ થઈ શકે છે, તે ઉપર થકાર દષ્ટાંત આપે છે. જેમને સેનાનાં આભૂષણે ન મળે, તેઓ રૂપાનાં આભૂષણથી સતેષ, માને છે. ૧૪,