________________
અધ્યાત્મ સ્વરૂપ. શુદ્ધજ્ઞાન અને શુદ્ધ યિા એ બંને અંશઅધ્યાત્મ
ની સાથે રહેલા છે. झानं शुषं क्रिया शुद्धत्यंशौ घाविह संगतौ । चक्रे महारथस्येव पवाविव पतत्रिणः ॥ १५ ॥
ભાવાર્થ–શુદ્ધજ્ઞાન અને શુદ્ધ યિા એ બે અંશે મોટા રથના બે ચકની જેમ અને પક્ષીની બે પાંખેની જેમ સાથે રહેલા છે. ૧૨
વિશેષાર્થ–જેમ મોટા રથની સાથે બે ચક્રે રહેલાં છે, અને પક્ષીની સાથે બે પાંખે રહેલી છે, તેવી રીતે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ યિા એ અંશે અધ્યાત્મની સાથે રહેલા છે. જેમ બેચક વિના રથની ગતિ થઈ શકતી નથી, અને બે પાંખ વિના પક્ષી ઊડી શકતું નથી, તેવી રીતે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ કિયા એ બે અંશે શિવાય અધ્યાત્મને નિર્વાહ થઈ શકતું નથી. અર્થાત્ જયાં શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા છે, ત્યાંજ અધ્યાત્મ હોય છે, તે સિવાય અને ગ્રામ હોઈ શકતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે, અધ્યાત્મ રૂપી રથ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા રૂપી બે પૈડાથી ચાલે છે, અર્થાત્ અધ્યાત્મની ગતિ શુદ્ધ જ્ઞાન અને શુધ્ધ ક્રિયાને આધીન છે. ૧૨
અધ્યાત્મની પૂર્વ સ્થિતિ દર્શાવે છે. तत्पंचमगुणस्थानादारज्यवैतदिच्छति । निश्चयो व्यवहारस्तु पूर्वमप्युपचारतः ॥ १३ ॥