________________
મિથ્યાત્વત્યાગાધિકાર.
૩૪૧
સાખીત કરેછે. અકુરાને નાશ થતાં બીજના નાશ થાય, અને સ્ત્રીજના નાશ થવાથી અંકુરાના નાશ થાય, તેમ વળી ટુકડીના નાશ થતાં ઈંડું નાશ પામે, અને ઇંડાના નાશ થતાં કુકડી નાસ પામે, તેવી રીતે અહિં પણ ઘટવુ જોઇએ. અને જ્યારે એવી ઘટના કરે, ત્યારે એ અસંબદ્ધ થાયછે. વળી આત્માથી મેં જુદાં થાયછે, તેને માટે ચીનાઈ સુવર્ણનુ દૃષ્ટાંત આપે છે. ચીનાઈ સુવર્ણ માંથી મેલ જુદા થાયછે, તેમ આત્માથી કર્મ જુદાં થાયછે, ૬૭ તે વિષે સિદ્ધાંત કહેછે.
नव्येषु च व्यवस्थेयं संबंधो जीव कर्मणोः । अनाद्यनतोऽनव्यानां स्यादात्माकाश योगवत् ॥ ६८ ॥
ભાષા
એ રીતે અનાદિ સ ંતતિ રૂપે જીવ અને કર્મના સબધ નાશ થાયછે, તે ભન્ય જીવાને આશ્રીને છે. અને જેમને અનાદિ સંતતિ નાશ પામતી નથી, તે અજન્ય જીવાને આશ્રીને છે, આત્મા તે આકાશના ચેાગની પેઠે છે. ૬૮
વિશેષાથ
જે જીવ અને કર્મના સંબંધ અનાદિ સતતિ રૂપે નાશ પામેછે, તે ભવ્ય જીવેાને આશ્રીતે છે; એટલે જે ભવ્ય જીવા હાય, તેના જીવ કર્મના સંબંધમાંથી મુક્ત થઈ શકેછે. અને જેમને અનાદિ સંતતિ નાશ પામતી નથી, તે અભવ્ય જીવા ને આશ્રીને છે, એટલે જે અલભ્ય છવા છે, તેનાં કમને વિરચ્છેદ થતા નથી. આત્મા તા આકાશના યાગની પેઠે નિર્લેપ છે. ૬૮