________________
૩૩ર
અધ્યાત્મ સાર,
વિશેષાર્થ–“આ પુરૂષ દુઃખી છે અથવા સુખી છે, એ જે ઉપચાર થાય છે, તે કર્તાપણાની બુદ્ધિને લઈને થાય છે, એટલે પતે કર્તા માને છે, તેથી તેને સુખ દુઃખ લાગે છે. જે પિતે કર્તાભાવ છોડી દે છે, તેને સુખ દુખ લાગશે નહીં. તે વાત દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે. સેવકે જ્યારે જીત મેળવે છે, ત્યારે રાજા જિયે કહેવાય છે, અને જ્યારે તેઓ પરાજય પામે છે, ત્યારે રાજા હા એમ કહેવાય છે. અર્થાત્ જિત અને હાર સેવકેની છે, પણ કર્તાપણાના અભિમાનને લઈને રાજાને લાગુ પડે છે, તેવી રીતે સુખદુઃખ પુરૂપને કર્તાપણાના અભિમાનને લઈને છે, પણ વસ્તુતાએ નથી. ૫૩
તે વિષે કપિલને મત.
का भोक्ता च नो तस्मादात्मा नित्यो निरंजनः । अध्यात्मा दन्यथा बुधिस्तदा चोक्तं महात्मना ॥ ४ ॥
ભાવાર્થ–તેથી આત્મા કર્તા નથી, તેમ ભકતા નથી, તે નિત્ય અને નિરંજન છે. અને જે ભેદબુદ્ધિ છે, તે અધ્યાત્મથી જુદી છે, તેમ મહાત્મા કપિલે કહેલ છે. ૫૪
વિશેષાર્થ–કપિલ મુનિને એ મત છે કે, આત્મા કર્તા અને જોક્તા નથી, તે નિત્ય અને નિરંજન છે. જે નિત્ય અને નિરજન હોય, તેનામાં કર્તાપણું કે, ભક્તાપણું સંભવે નહીં. કારણ કે, નિરંજનને અર્થ અંજન રહિત-કર્મ ઉપાધિ રહિત એવે થાય છે. જ્યારે આત્માને કર્મ–ઉપાધિ નથી, તે પછી તે કર્તા અને ભક્તા શી રીતે હોઈ શકે ? અને જે ભેદ બુદ્ધિ કરવામાં