________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર. ૩૯ ભાવાર્થ આ ક્ષણિક મતમાં નથી. કારણકે, તે નવનવાં રૂપ કરે છે. જે સમયે જે રૂપ હય, તે રૂપનાં લક્ષણથી ધ્રુવ છે, અને તેમાં તૃષ્ણાને અને નિવૃત્તિને ભેટે ગુણ છે, તેથી બુવતાને મહાન ગુણ પમાય છે. ૩૩
વિશેષાર્થ–બદ્ધ લોક કહે છે કે, અમારા ક્ષણિક મતમાં દેષ આવતું નથી, અને તેમ તેની મુવતા પણ હણાતી નથી. કાર
કે, આત્મા ક્ષણેક્ષણે નવનવાં રૂપ કરે છે. જે સમયે જે રૂપ હાય, તે સમયે તેનાં લક્ષણેથી તે ધ્રુવ રૂપ છે. તેમ વળી તેમાં તૃષ્ણ અને નિવૃત્તિનો મટે ગુણ છે. જેથી ધ્રુવતાને મહાન ગુણ પ્રાપ્ત થાય છે. એટલે જે ક્ષણે જે રૂપ હોય તેટલીવાર તે પ્રવ રૂપ છે. ૩૩
એ બૈદ્ધ દર્શન માનવાથી શી હાની થાય છે? मिथ्यात्वधिकृन्नूनं तदेतदपि दर्शनम् । क्षणिके कृतहानि यत्तयात्मन्यकृतागमः ॥३४॥
ભાવાર્થ –એ ઐ લેકેનું દર્શન પણ મિથ્યાત્વની વૃદ્ધિને કરનારું છે, કારણ કે, આત્માને ક્ષણિક માનવાથી કૃતતાની અને અકૃતાગમ નામે બે દેષ પ્રાપ્ત થાય છે. ૩૪
વિશેષાર્થ એ બાદ્ધ લેકેનું દર્શન પણ મિથ્યાત્વની વૃદ્ધિ કરનારું છે. કારણ કે, તેમાં કૃતતાની અને અકૃતાગમ નામે બે દેશ પ્રાપ્ત થાય છે. આત્માને ક્ષણિક માનવાથી તે માનનારના સુકૃતની હાની થાય છે. અને કદિ પાપ ન કરે તે પણ, અસત્ય બલવાનું