________________
સમ્યકત્તાધિકાર. ભાવાર્થ–પાંડા કસ્થાથી દૈહમે દુખ આપવાથી અને દુષ્ટ ભાવથી ત્રણ પ્રકારની હિંસા આગમને વિષે કહેલ છે, એવી રીતે એ હિંસા હેતુવગરની નથી. ૪૧
વિશેષાર્થ –આગમમાં હિંસા ત્રણ પ્રકારની કહેલી છે. પ્રથમપીડા કરવાથી એટલે કેઈને પીડા કરવી. એ પ્રથમ પ્રકાર. દેહને દુઃખ આપવાથી એટલે દેહને દુઃખ આપવું, એ બીજો પ્રકાર. અને દુષ્ટ ભાવથી એટલે હૃદયમાં દુષ્ટ ભાવ રાખવે એ ત્રીજો પ્રકાર એ ત્રણ પ્રકારની હિંસા શાસ્ત્રમાં કહેલી છે, તે સહેતુક છે. ૪૧
હિંસાની માન્યતા વિષે મિથ્યાત્વ. हंतुर्जाग्रति को दोषो हिंसनीयस्य कर्मणि । प्रसक्तिस्तदनावे चान्यतापीति मुधा वचः ॥ ४॥
ભાવાર્થ-જેની હિંસા કરી હોય, તેનું એવું નઠારૂં કર્મ ઉદય પામતાં તેની હિંસા થાય છે, તેમાં હણનારને શો દેષ છે? અને જે તેને તેવાં કમેને ઉદય ને હોય તે, તેને મારી શકાતે નથી, માટે કોઈની હિંસા થતી નથી. આ પ્રમાણે માનવું, તે મિથ્યા વચન છે. ૪ર '
વિશેષાર્થ-જે પ્રાણીનું સ્વકૃત કર્મ ઊદય આવે છે, તેનું જ મૃત્યુ થાય છે. તેમાં હણનારને શે દેષ છે? આ હિંસા થતી નથી. કારણ કે, જે હણાય છે તેનાં કર્મ ઊદય આવ્યાં, તે તેણે ભગવ્યાં છે. જે જીવને તેવાં કર્મને ઉદય આવતું નથી, તે જીવની હિંસા થતી નથી, માટે હિંસાને દેષ લાગતો નથી, આવું જે માનવું, તે મિથ્યા છે. ૪૨