________________
૨૭૪
અધ્યાત્મ સાર.
બૌદ્ધમતા દશ કુશલ ધર્મો. बौः कुशवधर्माश्च दशेष्यंत यउच्यते। हिंसास्तेयान्यथीकाम पैंशुन्य परूषानृतम् ॥१७॥ संजिन्नालाप व्यापाद मनिध्यादृग् विपर्ययम् । पापकर्मेति दशंधा कायवाङ् मानसैस्त्यजेत् ॥१५॥
ભાવાર્થ–બધ્ધ લોકો પણ દશ કુશળ ધર્મ કહે છે. જેમ કે, હિંસા, ચેરી, કામ, ચાડી, કઠેર અને અસત્યવચન, જેમ તેમ બકવું, મારવું, અબ્રહ્મ સેવવું અને દ્રષ્ટિને વિપર્યા–એ દશ પાપ કર્મને મન વચન અને કાયા વડે ત્યાગ કરવાં. ૧૮-૧૯
વૈદિક મતને અભિપ્રાય.
ब्रह्मादि पदवाच्यानि तान्याहु वैदिकादयः । अतः सर्वैकवाक्यत्वा धर्मशास्त्रमदोर्थकम् ॥२०॥
ભાવાર્થ—વૈદિક મતી વગેરે તેને બ્રહ્માદિ પદથી બેલે છે, એટલે સર્વત્ર બ્રહ્મ છે, એમ કહે છે. એથી સર્વ ધર્મની એક વાકયતા છે, એટલે સર્વ ધર્મ વાળાઓનું ધર્મને માટે એકજ વચન છે તેથી સર્વને અર્થથી ધર્મશાસ્ત્ર કહે છે. ૨૦
વિશેષાર્થ—અંહિ સુધી વર્ણન કરી ગ્રંથકારે વચનમાં સર્વ ધર્મની એક વાક્યતા દર્શાવી આપી છે. એટલે અહિંસા વગેરે - મનાં તત્વે સઘળે એકજ છે, એમ સિધ્ધ કરી આપ્યું છે, તથાપિ