________________
२४८
અધ્યાત્મ સાર
યેગી લેકેને અરતિ-અપ્રીતિષ ઉત્પન્ન થાય છે, અને બીજા જગના છને રતિ-આલ્હાદ ઉત્પન્ન થાય છે. તે અપ્રીતિ અને પ્રીતિ ગમે તે થાઓ, પણ તેથી નિર્મળ એવા ચંદ્રને કાંઈ પણ લાગતું-વળગતું નથી. અર્થાત્ ચંદ્રને તે વિષે કાંઈ હેતુ નથી. તેવી જ રીતે નિર્મળ હદયવાળા પુરૂષને રાગદ્વેષ કરે, તેથી તેને કાંઈ પણ દોષ લાગતે તૈથી. ૨
હર્ષ શોકનું કારણ મનજ છે. रुचितमाकलयननुपस्थित स्वमनसैव हि शोचति मानवः । उपनते स्मयमान मुखः पुनर्भवति तत्र परस्य किमुच्यताम् ॥३॥
ભાવાર્થ–મનુષ્ય પિતાની રૂચિ પ્રમાણે વસ્તુ પ્રાપ્ત ન થવા થી શેક કરે છે, અને જ્યારે તે વરતુ પ્રાપ્ત થાય છે, ત્યારે તે હસતા મુખવાળો થઈ ખુશી થાય છે, તે પછી બીજાએ સારૂં-નરસું કર્યું એમ શું કહેવું?
વિશેબાથ–હર્ષ અને શેક થવાનું કારણ મન જ છે. જેને પિતાની રૂચિ પ્રમાણે વસ્તુ પ્રાપ્ત થાય છે, તે હર્ષ થાય છે, અને જે તે પ્રાપ્ત ન થાય તે, શેક થાય છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે હર્ષ અને શેકનું કારણ મનજ છે. મનને લઈને આત્માને હર્ષ શોક થયા કરે છે, તેમાં બીજાનાં સારા નરસાં ઉપર જોવાનું નથી.૩
મનને કપિનું રૂપક આપે છે. चरणयोग घटान् प्रविनोग्यन् शमरसं सकलं विकिरत्यधः । चपल एष मनः कपिरुचकै रसवणिम् विदधातु मुनिस्तु किम् ।।