________________
૨૪૨
અધ્યાત્મ સાર.
अधिकार ११ मो.
•
मनः शुद्धि नामाधिकारः ।
ઊચિત આચરણની ઇચ્છાવાળાએ પ્રથમ મનની શુદ્ધિ કરવી જોઇએ.
उचितमाचरणं शुभमिच्छतां प्रथमतो मनसः खलु शोधनम्।। गवतां कृते मलशोधने कमुपयोगमुपैतु रसायनम् ॥ १ ॥
ભાવા——શુભ એવા ઉચિત આચરણની ઇચ્છાવાળા પુ રૂષાએ પ્રથમ મનની શુદ્ધિ કરવી જોઈએ. રાગીને મલશુદ્ધિ કર્યાં વગર રસાયન આપે તેા, કયા ઉપયોગને પામે ? ૧
વિશેષા—સત્તુનુષ્ઠાનનેા અધિકાર કહ્યા પછી, હવે ગ્રંથકાર મનઃ શુદ્ધિના અધિકાર કહે છે. કારણ કે, સનુષ્ઠાન કરવામાં મનની શુદ્ધિ આવશ્યકતા છે. સદ્દનુષ્ઠાન કરવામાં પ્રવતેલા મનુષ્યને મનની શુદ્ધિ થાય છે, અને તે પછી અધ્યાત્મના અધિકાર પ્રાપ્ત થાય છે. જયાં સુધી મનની શુદ્ધિ થતી નથી ત્યાં સુધી