________________
૨૩૪
અધ્યાત્મ સાર.
વિશેષાર્થ-જેમ બીજમાંથી અંકુર અને અંધ થાય છે, તેમ સમ્યકત્વ રૂપી બીજને, શુદ્ધ કિયાને અનું બધ–એટલે શુદ્ધ ક્રિયાને અનુબંધ તે નિષ્કલંક અંકુર કહેવાય છે. અને તહેતુ અનુષ્ઠાનની અન્વેષણ શેધ કરવી, તે તેના વિચિત્ર રકંધ (થડ) કલ્પેલા છે. કહેવાને આશય એ છે કે, શુદ્ધ ક્રિયા કરવાને આગ્રહ રાખે, અને સર્વદા તેની શોધ કર્યા કરવી કે જેથી તદ્ધત અનુષ્ઠાનના ફળ રૂપે બીજરૂપ સમ્યકત્વ નવપલ્લવિત થાય છે.રર
તેનાં પત્ર અને પુષ્પ કહે છે. प्रवृत्तिस्तेषु चित्रा च पत्रादिसशी मता। पुष्पंच गुरुयोगादि हेतुसंपत्तिलक्षणम् ॥ १३ ॥
ભાવાર્થ તેઓમાં પ્રવર્તવું, તે વિચિત્ર પ્રકારનાં પ જાવાં, અને ગુરૂને યોગ વગેરે કારણેથી સ્વર્ગાદિ સંપત્તિ એ. પુષ્પ સમજવું. ૨૩ ' વિશેષાર્થ-તહેતુ અનુષ્ઠાનને અંગે જે જે પ્રવૃત્તિ કરવી, તે સમ્યકત્ત્વ રૂપ બીજનાં વિચિત્ર પત્રે સમજવા, અને સદ્દગુરૂને વેગ પ્રાપ્ત કરી તે વડે સ્વર્ગાદિ સંપત્તિ પ્રાપ્ત કરવી, તે તેનું પુષ્પ સમજવું. અર્થાત્ તેમાં પ્રવૃત્તિ કરવાથી સમ્યકત્વ બીજ પદ્ધવિત થાય છે, અને પછી સગુરૂનો વેગ થવાથી તેમના ઉપદેશ પ્રમાણે ચારિત્ર ધર્મ પ્રાપ્ત થતાં સ્વર્ગાદિ સંપત્તિ પ્રાપ્ત થાય છે. ૨૩
હવે તેનું ફળ દર્શાવે છે. भावधर्मस्य संपत्तिर्या च सद्देशनादिना । फलं तदत्र विज्ञेयं नियमान्मोक्षसाधकम् ॥ १४ ॥