________________
૨૮
અષાત્મ સાર.
વિરોષાર્થ જે તીર્થને ઉછેદ થવાના ભયથી અશુદ્ધ ક્રિયા કરવામાં, આદર કરવામાં આવે, તે ગાડરીઆ પ્રવાહની પેઠે કરવાથી કાંઈ પણ પરમાર્થ જાણવામાં આવે નહીં, તેથી સૂક્ષમ ક્રિયા જે જ્ઞાન કિયા તેને નાશ થાય છે, અર્થાત ગાડરીઆ પ્રવાહથો પર માર્થ જાણ્યા વિના અશુદ્ધ ક્રિયા કરવામાં આવે તે, સૂમ ક્રિયા-જ્ઞાનને નાશ થાય છે. ૧૩ એમ કરવાથી મિથ્યાત્વ ધર્મને ત્યાગ થતો નથી. धर्मोद्यतेन कर्त्तव्यं कृतं बहुभिरेव चेत् । तदा मिथ्यादृशां धर्मो न त्याज्यः स्यात्कदाचन ॥ १४ ॥
ભાવાર્થ-ધર્મને વિશે ઉદ્યત એવા પુરૂષને જે કર્તવ્ય છે, તે ઘણુંઓએ જે કર્યું હોય તે મિથ્યાષ્ટિને ધર્મ કદિપણ ત્યાગ કરવા ગ્ય ન થાય. ૧૪
વિશેષાર્થ–જેઓ એમ કહે છે કે, ઘણાએ કરે, તે આ પણે કરવું, તે મિથ્યાત્વને સેવનારા ઘણા છે, તે આપણે પણ મિથ્યાત્વ સેવવું જોઈએ. તે ઉપરથી સમજવાનું છે કે, એ વિચાર કદિપણ લાવે નહીં. ૧૪
છેવટે અનનુષ્ઠાન સિદ્ધ કરે છે.
तस्मात्यानुगत्या यत् क्रियते सूत्र बर्जितम् । ओघतो लोकतो वा तदननुष्ठानमेवहि ॥ १५