________________
૨૨૬
અધ્યાત્મ સાર.
રીતિએ શું કરવું જોઈએ? તેને વિચાર કરતું નથી, તેમ સૂત્રની અપેક્ષા રાખતું નથી, એટલે સૂત્રમાં શું કહ્યું છે તેની દરકાર કરતે નથી, અને ગુરૂની વાણીની અપેક્ષા કરે નથી, એટલે ગુરૂએ કહેલા ઉપદેશને અનુસાર વર્તતે નથી, તે અધ્યવસાયવિના કોઈ ક અનુષ્ઠાન કરે છે. શૂન્ય હૃદયથી અનુષ્ઠાન કરે છે તેનું નામ એઘ સંજ્ઞા છે, જે અનનુષ્ઠાનની અંદર આવે છે. આવા અનનુષ્ઠાનને સર્વથા ત્યજી દેવું. કારણ કે, તે તદન વ્યર્થ થાય છે. ૧૦
લેક સંજ્ઞા એટલે શું?
शुचस्यान्वेषणे तीर्थोच्छेदः स्यादिति वादिनाम् । लोकाचारादरश्रघा लोकसंझेति गीयते ॥ ११ ॥
ભાવાર્થ–શુદ્ધ માર્ગને શોધવા જતાં તીર્થને ઉચ્છેદ થઈ જાય, એમ બેલનારાઓને જે લેકના આચાર તરફ શ્રદ્ધા ઉત્પન્ન થાય તે લોકસંજ્ઞા કહેવાય છે. ૧૧
વિશેષાર્થ-જેમ ઘસંજ્ઞાનું સ્વરૂપ કહેવામાં આવ્યું, તેમ લેક સંજ્ઞાનું સ્વરૂપ કહે છે. જે લોકો એમ કહે છે કે, કેવળ શુદ્ધ માર્ગને શોધ કરીએ તે, તીર્થને ઉચ્છેદ થઈ જાય છે, આમ ધારીને માત્ર લેકચાર તરફ આદર અને શ્રદ્ધા રાખે, એટલે શુદ્ધ માર્ગને ત્યાગ કરી કેવળ લેક માર્ગને અનુસરે, તે સંજ્ઞા કહેવાય છે, તે પણ અનનુષ્ઠાનના વિષયમાં આવે છે. ૧૧