________________
૨૦૬
અધ્યાત્મ સાર.
કા છે. જે હૃદયમાં સમતાને ગુણ હોય તે, પછી દંભ, તપ, યમ અને નિયમે સેવવા શા કામના છે? એ સર્વ નકામા છે. ૧૨ સ્વર્ગ અને મુકિતના માર્ગના કરતાં સમતા
નું સુખ મનની સમીપ છે. दूरे स्वर्गसुखं मुक्तिपदवी सा दवीयसी ।। मनः संनिहितं दृष्टं स्पष्टं तु समता सुखम् ॥ १३ ॥
ભાવાર્થ––તે વર્ગનું સુખ દૂર છે, અને તે મુક્તિને માર્ગ તે અતિ દૂર છે, પણ જે સમતાનું સુખ છે, તે મનની નજીક સ્પષ્ટ રીતે જોવામાં આવે છે. ૧૩ .
વિશેષાર્થઆ જગતુમાં સ્વર્ગ અને મોક્ષનું સુખ પ્રશંસનીય છે. તેમાં સ્વર્ગનું સુખ દૂર છે, અને મોક્ષનું સુખ તે તેનાથી પણ અતિશય દૂર છે, પણ જે સમતાનું સુખ છે, તે મનની નજીક જ દેખાય છે. કહેવાને આશય એ છે કે, જે મનમાં સમતા હોય તે વર્ગ તથા મોક્ષનાં સુખને માટે દર કાર કરવી નહીં, એ સુખ તે મનની સમીપજ રહેલું હોય છે. ૧૩
સમતા રૂપ અમૃતમાં નહાવાથી શું થાય છે?
दृशोः स्मरविषं शुष्येत् क्रोधतापः क्षयं व्रजेत् । औषत्यमननाशः स्यात् समतामृतमन्जनात् ॥ १४ ॥