________________
૧૯૪
અભ્યામ સાર. વિશેષાર્થ—જે પુરૂષ તત્ત્વને જિજ્ઞાસુ છે, તેને તત્વની પ્રાપ્તિ શિવાય બીજે કઈ ઠેકાણે પ્રીતિ ઉપજતી નથી. તે ઉપર દષ્ટાંત આપે છે. જે પુરૂષ પ્રિયાને અથી છે, તેને પ્રિયાની પ્રાપ્તિ શિવાય બીજે પ્રીતિ ઉપજે નહીં. આ ઉપરથી ગ્રંથકાર સૂચવે છે કે, જો તમે તત્ત્વના જિજ્ઞાસુ બનશે તે, પછી તમને તવં શિવાય બીજી વસ્તુ રૂચિકર લાગશે નહીં. એટલે કઈ સાંસારિક કે શારીરિક વસ્તુ ઉપર તમારી મમતા બંધાશે નહીં. જયારે બીજી વસ્તુ તરફ મમતાને અભાવ થશે, ત્યારે તત્ત્વ વસ્તુના જ્ઞાનથી તમે ઉચ્ચપદના અધિકારી બની જશે. ૨૪
જિજ્ઞાસાથી મમત્વ બુદ્ધિને આકાંત કરનાર પુરૂષ સર્વ પદાર્થોને ભ્રાંતિ વાળા જાણે છે. अतएव हि जिज्ञासाविष्टंजित ममत्वधीः । विचित्राभिनयाक्रांतः संभ्रांत इव लक्ष्यते ॥ २५॥
ભાવાર્થ_એથી કરી જીજ્ઞાસા વડે જેની મમત્વ બુદ્ધિ દબાએલી છે, એ પુરૂષ વિચિત્ર અભિનયથી આક્રાંત થઈ જાણે સંબ્રાંત હોય તેમ દેખાય છે, એટલે સંસારના સર્વ પદાર્થોને બ્રાંતિવાળા જાણે છે. ૨૫
વિશેષાર્થ—જે પુરૂષ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણે છે, તેની મમત્વ બુદ્ધિ દબ ઈ જાય છે, એટલે તેને આ સંસારના સર્વ પદાર્થો બ્રાંતિવાળા લાગે છે તેથી તે કઈ પણ સાંસારિક પદાર્થ ઉપર મમતાને ધારણ કરતા નથી. ૨૫