________________
વૈરાગ્ય વિષયાધિકાર
૧૭૫
વિશેષાર્થ–પુરૂષની દશા જ્યારે સહજાનંદના કાલેલને વિષે મળે છે, એટલે પુરૂષ જ્યારે સહજાનંદ પ્રાપ્ત કરે છે, ત્યારે તેના હદયમાં મેક્ષને વિષે પણ લુબ્ધતા થતી નથી, અને સત્ અનુષ્ઠાનની પણ દરકાર રહેતી નથી. કહેવાને આશય એ છે કે, જે સહજાનંદ પ્રાપ્ત થાય, તે પછી સત્ અનુષ્ઠાન અને મોક્ષની પણ ઉપેક્ષા થાય છે. ૨૫
વિરક્ત હૃદયવાળા પુરૂષને વરવાને માટે
યશેલક્ષ્મી સ્વયમેવ આવે છે. इति यस्य महामतिर्नवे दिह वैराग्यविलासभृन्मनः । उपयंति वरीतुमुच्चकैस्तमुदार प्रकृतियशः श्रियः॥३६॥
ભાવાર્થ_એવી રીતે મેટી બુદ્ધિવાળા જે પુરૂષનું હૃદય વૈરાગ્યના વિકાસને ધારણ કરે છે, તે ઉદાર પ્રકૃતિવાળા પુરૂષને યશની લમી ઉચે પ્રકારે વરવાને સમીપ આવે છે. ૨૬
વિશેષાથ–ઊપર વૈરાગ્ય વિષયના અધિકારમાં જે કહેવામાં આવેલ છે, તે પ્રમાણે વર્તનારા અને તેથી જેની બુદ્ધિ વિશાળ થયેલી છે, એવા પુરૂષના હદયમાં જ્યારે ઉચ્ચ પ્રકારને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, ત્યારે તે પુરૂષની પ્રકૃતિ ઉદાર થઈ જાય છે, અને પછી ઉદાર પ્રકૃતિવાળા તે પુરૂષને વરવાને માટે યશની લમીઓ પિતાની મેળે તેની સમીપ આવે છે, અર્થાત્ તે વિરક્ત હદયવાળ પુરૂષ પિતાની ઊદાર પ્રકૃતિને લઈને આ જગતમાં યશ મેળવે છે,