________________
વૈરાગ્ય વિષયાધિકાર
પરમાનંદના સુખને જ અવકાશ છે. બીજું સુખ ઘણુ જ તુચ્છ દેખાય છે. આ ઉપરથી એ બેધ લેવાને છે કે, જે માણસ પર માનંદના સુખને સંપાદક બને છે, તે તેને આલેક તથા પરલકનાં સુખ જરાપણુ રૂચિકર થતાં નથી. તેથી સર્વથા પરમાનદભુખ મેળવવા પ્રયત્ન કર. ૧૭
દેવતાનાં સુખમાં પણ દુખ રહેલું છે. मदमोहविषादमत्सर ज्वरवाधाविधुराः सुरा अपि । विषमिश्रितपायसान्नवत् सुखमेतेष्वपि नैति रम्यताम् ॥१८॥
ભાવાર્થ–દેવતાઓ પણ મદ, મેહ, છે, અને મત્સરના પરિતાપથી વિહ્વળ છે, તેથી વિષ સાથે મેળવેલા દુધપાકની જેમ, એ દેવતાઓનું સુખ પણ રમ્યતાને પામતું નથી, એટલે તે પણ પસંદ કરવા ગ્ય નથી. ૧૮
વિશેષાર્થ દેવતાઓ મદ રાખે છે, મેહને ધારણ કરે છે, ખેદ પામ્યા કરે છે, અને પરસ્પર મત્સર ભાવ રાખે છે, તેથી તેમના હદયમાં એ મેટે પરિતાપ રહ્યા કરે છે, અને તે પરિતાપથી તેઓ પીડાવડે વિહ્વળ બની રહે છે. તેથી તેમનું સુખ ઝેર સાથે મેળવેલા દુધપાકના જેવું ભયંકર છે, માટે તે સર્વથા ત્યાગ કરવા ચગ્ય છે. જયારે દેવતાઓમાં પણ એવું દુખમિશ્રિત સુખ
છે. તે પછી મનુષ્યમાં તેવાં સુખની ઈચ્છા રાખવી એ તદ્દન * અગ્ય છે. ૧૮