________________
૧૬૮
અધ્યાત્મ સાર
રથી એ બેધ લેવાને છે કે, સાગનાં સુખને સર્પના ઝેરના જેવું ગણી તેને ત્યાગ કરે જોઈએ. એવાં સુખથી જન્મની સાથે કતા માનનારા પુરૂષે આખરે દુઃખી થઈ, આ અનંત સંસારમાં ભાગ્યા કરે છે. ૧૬
પરમાનંદના રસમાં મગ્ન થયેલા મહાત્માઓ આ લેક અને પરલોકનાં સુખમાં પણ નિસ્પૃહ
હેાય છે. तदिमे विषयाः किलैहिका न मुदे केऽपि विरक्तचेतसाम् । परलोकमुखेऽपि निःस्पृहाः परमानंदरसालसा अमी ।।१७॥
ભાવાર્થ–જેમનું ચિત્ત વિરક્ત થયેલું છે, એવા પુરૂષોને આ લેકના વિષય હર્ષને માટે થતા નથી, અર્થાત્ તેઓને તે વિષયોમાં હર્ષ થતું નથી. પરમાનંદના રસમાં મગ્ન થયેલા એવા પુરૂષે પરલોકનાં સુખમાં પણ સ્પૃહા રહિત છે. ૧૭
વિશેષાર્થ–ઉપર જે ઇદ્રિના વિષયે બતાવ્યા, તે વિષયે વિરક્ત હદયવાળા પુરૂષને હર્ષકારક થતા નથી, કારણ કે, તેઓ એ વિષને પુદ્ગલિક હોવાથી તુચ્છ ગણે છે, એટલું જ નહીં પણ તેઓ પરલોકના દેવતાઈ સુખની પણ સ્પૃહા રાખતા નથી. કારણું કે, પરમાનંદના સુખનું મહાન સુખ તેઓએ પ્રાપ્ત કરેલું છે. તે મહાન સુખની આગળ આ લેકના વિષયોનું સુખ તેમને હર્ષ દાયક થતું નથી. તેઓ તે સુખને પુગલની દષ્ટિએ જુએ છે, કારણ કે, તેમનાં ચિત્ત વિરક્ત હોય છે. વિરક્ત ચિત્તની અંદર