________________
૧૬૦
અધ્યાત્મ સાર.
સ્ત્રીઓના વિલાસ જોઈ મૂર્ખ માણસ ખુશી થાય છે. ઉત્તમ પુરૂષની દ્રષ્ટિએ તેમાં
પ્રસરતી નથી,
रतिविभ्रमहास्यचेष्टितै-बखानानामिह मोदते बुधः । सुकृताधीपविष्वमीषुनो विरतानां प्रसरंति दृष्टयः ॥ना
ભાવાર્થ–મૂર્ખ માણસ સ્ત્રીઓના રતિવિલાસ, હાસ્ય અને ચેષ્ટાઓથી ખુશી થાય છે, અને જે વિરક્ત પુરૂષ છે, તેઓની - ષ્ટિએ સુકૃતરૂપ પર્વતમાં વજી સમાન એવા એ વિલાસની અંદર પ્રસરતી નથી. ૮
વિશેષાર્થ–સ્ત્રીઓના રતિવિલાસ, હાસ્ય અને ચેષ્ટાઓ જોઈ મૂર્ણમાણસ ખુશી થાય છે. એટલે જે મૂર્ખ માણસ છે, તેને સ્ત્રીએના વિલાસે હર્ષદાયક થાય છે, અને જે વિરક્ત પુરૂષ છે, તેઓને તે હર્ષદાયક થતા નથી. તેઓ સમજે છે કે, આ સ્ત્રીઓનાં વિલાસે સુકૃત રૂપ પર્વતમાં વજી સમાન છે. જેમ વજી પવતેને તેડી પાડે છે, તેમ એ સ્ત્રીઓના વિલાસે સુકૃતને નાશ કરે છે, તેથી તે મહાશયેની દૃષ્ટિએ તે સ્ત્રી વિલાસની ઉપર પડતી જ નથી. એ ઉપરથી એ બેધ લેવાને છે કે, સ્ત્રીઓના વિલાસ સુકૃતને નાશ કરનારા છે, તેથી તેની ઉપર દૃષ્ટિ કરવી નહીં, જેઓ તે પર દૃષ્ટિ કરે છે, તેઓ મૂર્ખ છે. એવી રીતે નેત્ર ઇન્દ્રિયના વિષયનું વિવેચન કર્યું છે. ૮