________________
૧૪૮
અધ્યાત્મ સાર,
જ્ઞાનગર્ભતા ક્યારે હતી નથી?
स्वागमे न्यागमार्थानां शतस्येव परायके । तावताप्यबुधत्वं चेन तदा झानगर्भता ॥ ३६ ॥
ભાવાર્થ–જેમ પરાધની સંખ્યામાં તેની સંખ્યાને સમાવેશ થઈ જાય છે, તેમ પિતાને સિદ્ધાંત જાણવાથી તેમાં બીજા સિદ્ધાંતોનું જાણવું પણ આવી જાય છે, અને પિતાનાં સિદ્ધાંતનું જ્ઞાન થયા છતાં જો અબુધપાગુ,અજ્ઞાનપણું રહે છે, પછી જ્ઞાનગર્ભતા થતી નથી. એટલે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થતું નથી. ૩૬
વિશેષાર્થ–પ્રથકાર આ શ્લોકથી પિતાના સિદ્ધાંતના જ્ઞાનનું ગૌરવ દર્શાવે છે. જેણે પોતાના સિદ્ધાંતનું જ્ઞાન સંપાદન કરેલ છે, તેને બીજા સર્વ સિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જો પિતાના આગમને સંપૂર્ણ અભ્યાસ હોય તે, બીજાં આગમે સારી રીતે સમજવામાં આવે છે. તે ઉપર દૃષ્ટાંત આપે છે.
જેમ પરાર્થની સંખ્યાની અંદર તેની સંખ્યાને સમાવેશ થઈ જાય છે, તેમ પોતાનાં સિદ્ધાંતના જ્ઞાનની અંદર બીજા સિદ્ધાંત ના જ્ઞાનને સમાવેશ થઈ જાય છે. કદિ પિતાનાં સિધ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય પણ જો હૃદયમાં અજ્ઞાનતા રહે, તે તેનામાં જ્ઞાન ગર્ભતા પ્રાપ્ત થતી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે, પિતાનાં સિધ્ધાં તનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી, અજ્ઞાનતામાં ન રહે તે, તેને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. ૩૬