________________
૧૪૦
અધ્યાત્મ સાર..
દ્રવ્યમાં ગણાય છે, પર્યાંય રૂપે દ્રવ્યત્વ સČમાં સિદ્ધ થાય છે, અને પ્રમાણ ભૂત ગણાય છે. ૨૩
સ્વપણું અને પરપણું કેવી રીતે ગણાય ?
स्यात्सर्वमयमित्येव युक्तं स्वपर पर्ययैः । अनुवृत्तिकृतं सत्वं परत्वं व्यतिरेकजम् ॥ २४ ॥
ભાવા—સર્વ પદાર્થ સ્વપર્યાય અને પરપર્યાયમય છે, એ વાત યુતજ છે. સહચારી ગુણુથી સ્વપણુ' છે, અને વ્યતિરેક (ભિન્નપણા) થી પરપણું છે. ૨૪
વિશેષા—સર્વ પદાર્થ સ્વપર્યાય અને પરપર્યાયમય છે. એટલે સર્વ પદાર્થ સ્વપર્યાય, અને પરપર્યાયથી વ્યાપ્ત છે. એ વાત સિદ્ધ કરે છે, જે સ્વપણું છે, તે સહચારી ગુણથી સમજવું, એટ લે સહુજ ગુણાને લઈ ૧પણુ હાય છે, એમ માનવું અને પરપણું છે, તે વ્યતિરેકથી જાણુવું. જે સ્વપણાથી ભિન્ન તે પરપણ એ વ્યતિરેકથી સિદ્ધ થાય છે. કહેવાના આશય એવા છે કે, સવ પદાર્થ સ્વપરપર્યાયથી વ્યાપ્ત છે. તેમાં જે સ્વપણુ' છે, તે સહજ ગુણુથી અને પરપણું છે, તે ભિન્ન ગુણથી રહેલ છે. ૨૪
સ્વપર્યાય અને પરપર્યાય કેવી રીતે સમજવા ?
ये नाम परपर्यायाः स्वास्तित्वा योगतो मताः । स्वकीया अप्यमी त्याग स्वपर्याय विशेषणात् ॥ २५ ॥..