________________
૧૩૮
અધ્યાત્મ સાર,
શ્રવને ત્યાગ થયે, કે પછી તે વિષયે ભોગવવાને ઉદ્યોગ છેડી દે છે. પછી જ્યારે વિષયોને તદ્દન ત્યાગ કરવાને એક નિશ્ચય થાય છે ત્યારે તેનામાં શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત થયું છે, એમ સમજવું. તે સમ્યકત્ત્વજ્ઞાન ગર્ભિત વૈરાગ્યને ઉત્પન્ન કરે છે. ૨૦ સમક્તિ સહિત જ્ઞાનની પ્રવૃત્તિજ અંતરંગ
પ્રવૃત્તિ કહેવાય છે. बहिर्निवृत्तिमात्रं स्याचारित्राद् व्यावहारिकात् । अंतः प्रवृत्तिसारं तु सम्यक् प्रशानमेव हि ॥१॥
ભાવા–વ્યવહારિક ચારિત્રથી માત્ર બાહરની પ્રવૃત્તિ થાય છે, અને અંદરની પ્રવૃત્તિથી સારરૂપ એવું સમ્યકત્વ સહિત જ્ઞાન છે. ૨૧
વિશેષાર્થ–ચારિત્ર બે પ્રકારનું થઈ શકે છે. એક વ્યવહારિક અને બીજું આંતરિક. જેમાં બહેરથી દ્રવ્ય, કાંચન, કામિની પ્રમુખને ત્યાગ કરવામાં આવે, તે વ્યવહારિક ચારિત્ર કહેવાય છે. તેની અંદર માત્ર બહેરથીજ પ્રવૃત્તિ જોવામાં આવે છે. બીજા આંતરિક ચારિત્રમાં અંદરની પ્રવૃત્તિ હોય છે. એટલે સમ્યકત્વ સહિત જ્ઞાનની પ્રવૃત્તિ હોય છે. આ ચારિત્ર ઉત્તમ ગણાય છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પણ એ આંતરિક ચારિત્રમાં રહેલું છે. ૨૧
શુદ્ધ નયની અપેક્ષાએ વર્તવું જોઈએ. एकाते नहि षट्कायश्रघानेऽपि न शुफ्ता । संपूर्ण पर्ययालानात् यत्न याथात्म्यनिश्चयः ॥२२॥