________________
૧૨૪
અધ્યાત્મ સાર.
ભાવાર્થ_એ પહેલા દુઃખ ગર્ભિત વૈરાગ્યમાં પ્રાણને દેહ સંબંધી તથા મન સંબંધી ખેદ ઉન્ન થાય છે, અને તેમાં મનને તૃપ્તિ આપનાર જ્ઞાન પણ હેતું નથી, તેથી જે તે પ્રાણુને પિતાની ઈચ્છીત વસ્તુને લાભ થાય છે, તેને વિનિપાત (ભ્રષ્ટતા) થઈ જાય છે. ૨
વિશેષાથ–પહેલા દુઃખ ગર્ભિત વૈરાગ્યમાં મનુષ્યને દેહ સંબંધી અને મન સંબંધી ખેદ ઉત્પન્ન થાય છે. એટલે જ્યારે તેના મનની ઈચ્છા પૂરી ન થાય, ત્યારે તેને ભારે દુઃખ ઉત્પન્ન થાય છે. કારણ કે, તેનામાં દુઃખને શમાવનારું પરિપૂર્ણ જ્ઞાન હેતું નથી. જે પૂર્ણ જ્ઞાન હોય તે, તેનામાં દેહ અને મન સંબંધી ખેદ થતું જ નથી. તેમ કરતાં જે તેની ધારણા પ્રમાણે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય તે પછી તેને પ્રથમ દુઃખ ગર્ભિત વૈરાગ્ય ટકી શકતે નથી, તત્કાલ તેને વિનિપાત થાય છે, એટલે વૈરાગ્યથી ભ્રષ્ટ થઈ જાય છે. તેથી તે દુઃખ ગર્ભિત વૈરાગ્ય ઊત્તમ પ્રકારને ગણાતે નથી. કદિ કોઈ પુરૂષે ઈચ્છિત વસ્તુ ન મળવાથી દુખ ગર્ભિત વૈરાગ્ય વડે ચારિત્ર લીધું હોય, પણ જે તેની ઈચ્છા પૂર્ણ થાય છે, તે તે ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. માટે પહેલે દુઃખ ગર્ભિત વિરાગ્ય ઉત્તમ ભાવના વડે અચળ કરવા ગ્ય છે. ૨ દુખથી વૈરાગ્ય પામેલા મુનિઓ પાછાગ્રહવાસમાં
આવે છે,
मुखाद्विरक्ताः प्रागेवेच्छति प्रत्यागतेः पदम् । अधीरा श्व संग्रामे प्रविशंतो वनादिकम् ॥ ३ ॥