________________
૧૦૬
અધ્યાત્મ સાર.
- વિશેષાર્થ કે પૂરવું, તે છે
આપક
સખ
વિશેષાર્થ સ્વરૂપ જ્ઞાનના અભ્યાસ કરી, અથવા અન્ય વસ્તુએ કરી અન્ય વસ્તુનું પૂરવું, તે ક્ષેપક કહેવાય છે. તેવું ક્ષેપકપણું જેને ન હોય, તે અક્ષેપ કહેવાય છે. એવા અક્ષેપક જ્ઞાનવાન પુરૂષ નિશ્ચય ભાવને ગ્રહણ કરનાર છે. તે પુરુષ સ્ત્રીના ભેગની સન્મુખ પ્રવર્તતે હોય તો પણ, તેની શુદ્ધિનો ક્ષય થતો નથી. કારણ કે, તેના હૃદયમાં વિષય તરફ આસક્તિ હેતી નથી. જ્યારે શુદ્ધિનો ક્ષય ન થાય, તે પછી તેનામાં જ્ઞાન શુદ્ધિ રહ્યા કરે છે, અને “જ્ઞાન શુદ્ધિ તે કર્મક્ષયનું કારણ છે” એવું હરિભદ્રસૂરિનું વચન છે. કહેવાને આશય એ છે કે, તીર્થકર જેવા મહા પુરૂષને સ્ત્રી ભેગ જોવામાં આવે છે, તો પણ તેમનામાં એવું મનોબલ હેાય છે કે, જેથી તેએના હૃદયમાંથી વૈરાગ્ય ભાવના દૂર થતી નથી. તેઓ સંસારમાં વર્તતા હોય તો પણ, જીવન્મુક્ત દશા ભેગવે છે. ૧૫ જ્ઞાની સંસારમાં હોય તે પણ, તે સંસારને
પરમાર્થ રીતે કેમ જુએ છે? मायानंतत्त्वतः पश्यन्ननुझिनस्ततो द्रुतम् । तन्मध्ये न प्रयात्येव यथा व्याघातवर्जितः ॥ १६ ॥
ભાવાર્થ આ સંસારને તત્ત્વથી માયા જે જેઈ કામ - ગમાં ઉદ્વેગ નહીં પામનારે, તેમ રાગ પણ નહીં કરનારે, તે સંસારની અંદર પેસતો નથી; એટલે તન્મય બનતો નથી. તે નિર્વિનપણે મોક્ષે જાય છે. ૧૬ ' વિશેષાર્થ –આ સંસારને પરમાર્થપણે ઈદ્રિજાલના જે જોઈ તેનાથી ઉદ્વેગ પામે નહીં, તેમ તેની ઉપર રાગ પણ કરે નહી