________________
૧૦૨
અધ્યાત્મ સાર. તેમાં પ્રવૃત્તિ ન કરે, અને એ સંસારને નિર્ગુણ-ગુણ રહિત જુએ તે નિરાબાધ વૈરાગ્ય ઊત્પન્ન થાય છે. ૯
વિશેષાર્થ–વૈરાગ્યના બે પ્રકાર છે. એક સાબાધ વૈરાગ્ય, અને બીજે નિરાબાધ વૈરાગ્ય. કોઈના મરણ વિગેરેના પ્રસંગને લઈને જે વૈરાગ્ય ઉત્પન્ન થાય, તે સાબાધ વૈરાગ્ય કહેવાય છે. કારણ કે, તે લાંબે કાળ ટકી શકતા નથી. જેને લેકે “મશાન વૈરાગ્ય’ કહે છે. બીજે નિરાબાદ વૈરાગ્ય. તે ચિરકાળ ટકી શકે છે. એ નિરા બાધ વૈરાગ્ય ઉત્પન્ન થવામાં બે કારણ છે. જેથી આ સંસાર વૃદ્ધિ પામે છે, એવા વિષય ઉપર દ્વેષ રાખવે, અને સંસારની નિર્ગણતા જોવી, એટલે “આ સંસાર નિર્ગુણ છે” એમ જાણવું. એ બે ઉપાયથી નિરાબાધ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. હું
સંસારની નિણતા જેવાથી કેવી રીતે -
રાગ્ય થાય છે ? चतुर्थेऽपि गुणस्थाने नन्वेवं तत् प्रसज्यते । युक्तं खल प्रमातॄणां जवनैगुण्य दर्शनम् ॥ १० ॥ ભાવાર્થ– ચેથા અવિરતિ સમ્યમ્ દષ્ટિ ગુણ સ્થાનમાં પણ એને પ્રસંગ આવે છે, એટલે પ્રમાતા પુરૂષને આ સંસારની નિર્ગસુતા જેવાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય, એ ઘટે છે. ૧૦
વિશેષાર્થ–ચેથું અવિરતિ ગુણસ્થાન છે. તેની અંદર આવવાથી સંસારની નિર્ગુણતા જોવામાં આવે છે. અર્થાત્ ચોથા ગુણ સ્થાનને વિષે સમકિતવંત જ્ઞાતા પુરૂષે સંસારની નિર્ગુણતા નિચ્ચે જુએ છે, એટલે તેને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. ૧૦