________________
अथ ठितीयः प्रबंधः
प्रथमः वैराग्यसंभवाधिकारः
વૈરાગ્ય શાથી થાય છે ? जवस्वरुप विज्ञानाद केषानर्गुण्यष्टिजात । तदिच्छोच्छेदरूपं प्राग् वैराग्यमुपजायते ॥ १॥
ભાવાર્થ–સંસારના સ્વરૂપને જાણવાથી, અને સંસારમાં માલ નથી, એવી દૃષ્ટિથી થયેલા શ્રેષથી સંસારની ઈચ્છાને ઉછેદ થવારૂપ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ૧ ' વિશેષાર્થ–ગ્રંથકાર વૈરાગ્ય ઉત્પન્ન થવામાં બે કારણ દર્શાવે છે. સંસારના સ્વરૂપનું જ્ઞાન એ પ્રથમ કારણ છે. જ્યારે સંસારનું સ્વરૂપ જાણવામાં આવે, ત્યારે તેની તરફ વૈરાગ્ય ઊત્પન્ન થાય છે. કારણ કે, સંસારનું સ્વરૂપ એવું દુઃખરૂપ અને વિષમ છે કે, જેથી હૃદયમાં વૈરાગ્ય ઊત્પન્ન થયા વિના રહેતું નથી. બીજું કારણ સસ ૨ તરફ દ્વેષ થવાનું છે. એ દ્રષ શાથી ઉત્પન્ન થાય, તેને માટે લખવામાં આવ્યું છે. સંસાર તરફ નિર્ગુણતાની દષ્ટિ થાય એટલે “આ સંસારમાં કાંઈ પણ ગુણ નથી, તેમાં તે દેષજ છે એવું જોવામાં