________________
જ્ઞાનાદિના ભેદ ]
[૨૩ એડભવિક, પારભવિક અને તદુભયભવિક–એ શું છે, એ જરા જાણી લેવું જોઈએ.
ઐહભવિક–જે જ્ઞાન માત્ર આ ભવની અંદરજ રહી શકે તે.
પારભવિક–જે જ્ઞાન, ચાલુભવ પછી થવાવાળા બીજા ભવમાં પણ સહચરપણે રહી શકે તે.
તદુભયભવિક–તદુભયભવિક જ્ઞાનને અર્થ , આ ભવ અને આગામી ભવ-એ બન્ને ભવમાં સહચરપણે રહે તે, એમ કરવામાં આવે તો, તદુભયભવિક જ્ઞાન પરભવમાં વર્તવાવાળા જ્ઞાનથી જૂદું નથી થતું, અને તેટલા માટે અહિં તદુભયભવિકજ્ઞાન કહેવામાં આવે છે.
આમાં જ્ઞાન અને દર્શન (સમ્યક્ત્વ)ને એહભાવિક, પારભવિક અને તદુભયભવિક બતાવવામાં આવ્યા છે. કારણ કે તે બન્ને વસ્તુઓ આ ભવમાં પ્રાપ્ત કરેલી, તે આગામીભવોમાં આત્માની સાથે જઈ શકે છે. પરંતુ ચારિત્ર સાથે જતું નથી. કારણ કે જે ચારિત્ર આ ભવમાં સ્વીકારવામાં આવે છે, તેજ ચારિત્રવડે બીજા ભવમાં ચારિત્રવાળા થવાતું નથી. આ ભવમાં સ્વીકારેલું ચારિત્ર યાવજીવ સુધીને જ માટે આરંભના વિચારોથી તથા પ્રવૃત્તિઓથી મુક્ત બની શકતો નથી. સંપૂર્ણ આરંભને કરાવનાર અવિરતિ હોય છે. માટે જ એકેન્દ્રિયાદિ જીથી લઈને બધાએ જી તારતમ્ય જોગે આરંભવાલા હોય છે.
કૃષ્ણ. નીલ અને અપેત લેશ્યાવાલા ભાવસંયત અર્થાત ભાવનિક્ષેપે વિરતિધર નહિ હેવાના કારણે આત્મારંભી, પરારંભી અને તદુભયારંભી જ હોય છે, પણ અનારંભી. નથી હોતા.