________________
શતકરૂપ મુ' ઉદ્દેશક−૧૦ ],
[ ૫૫૯
નારાચસ ઘચણને ધરનારા, સમચતુરસ્ર સંસ્થાનથી દેદ્દીપ્યમાન, શરીરથી કમળ અને આત્માથી વજ્ર જેવા મારા મહાવીરસ્વામી મને શ્વાસેાશ્વાસે સ્મરણમાં આવે.
(૧૦) લેાભીઆને લાભરૂપી રાક્ષસથી મુકાવનારા, કામીઓને કામરૂપી ગુંડાથી બચાવનારા, ક્રોધીઓને ક્રોધરૂપી ચડાલથી રક્ષણ આપનારા, માયારૂપ નાગણના ઝેરથી નાશ પામનારા, માનવીઓને દેશનારૂપી અમૃત પાનારા, સસારના તાપથી તપ્ત થયેલાને પાણી જેવા.
હે જગ ઉદ્ધારક ! દયાના સાગર ભગવાન મહાવીરસ્વામી મારા કષાયેાને પણ નાશ કરનારા થાએ.
(૧૧) હે ! યથા વાદી ભગવાન અમે તમારા યથાવાદને સત્કારીએ છે, અને શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ છીએ તાએ એટલું તેા કહેવુ જ પડશે કે, તમારા આ યથાવાદને સમજવા માટે માચાવાદ, શૂન્યવાદ, પ્રકૃતિ–પુરુષવાદ, જૈમિનીના વૈદિક હિ'સાવાદ, ચાર્વાકનેા નાસ્તિકવાદ તથા અનીશ્વરવાદીને! ઈશ્વર નિરાકરણવાદ આદિ વાદોની પરંપરાને જાણ્યા પછી તમારા ચથા વાદનુ અમે દર્શન કરી શકયા છીએ.
સમા સ