________________
(૩)
તેમની શાસન અને સમાજની સેવા, અહિંસા અને સત્યધર્મને પ્રચાર સર્વથા અજોડ હતા આવા ગુરુની. સ્મૃતિ અમારા સંઘને કાયમ રહે તે માટે સ્થાપના કરેલી આ સંસ્થા જેને હજી પાંચ વર્ષ પણ પૂરા થયા નથી. આ સંસ્થા ફંડ તથા પ્રચાર વિનાની છે. કેવળ મૂકભાવે સમાજની સેવા કરવી અને જ્ઞાનપ્રચાર દ્વારા સમાજને સારા. વિચારે દેવા એજ અમારી સંસ્થાને મુદ્રાલેખ છે ફળસ્વરૂપે પૂ. ગુરૂદેવના હાથે સંક્ષેપથી લખાયેલું અને તેમના શિષ્ય. પૂ. પંન્યાસજીના હસ્તે વિસ્તૃત થયેલા “ભગવતીસૂત્ર સાર. સંગ્રહ” નામને સર્વશ્રેષ્ઠ આગમ સાહિત્ય ગ્રંથ સમાજને. અર્પણ કરતા અમને ઘણો જ આનંદ થાય છે.
પૂ. પંન્યાસજી મહારાજ ભગવતી સૂત્રના અધિકારી છે. ઘણા સ્થળમાં ભગવતીસૂત્રને પ્રસાદ ચતુર્વિધ સંઘને આપે છે માટે તેમના હાથે સંપાદિત, વિચિત અને પરિવદ્ધિત થયેલા આ ગ્રન્થ માટે અમારે કંઈ પણ કહેવાપણું રહેતું નથી. સૌને માટે પ્રત્યક્ષ આ ગ્રન્થ જ અમારી સંસ્થાની. અને અમારા સાઠંબાના સંઘની કદર કરશે.