________________
શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજ્યધર્મસૂરીશ્વરાય નમ:
પ્રકાશકીય નિવેદન કરે
FEEEEEEEEEEEEEEER પરમપૂજ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનન્દવિજયજી (કુમાર શ્રમણ) તથા વવૃદ્ધ મુનિરાજશ્રી દેવવિજયજી મ. ના વરદ હસ્તે સ્થાપિત “શ્રી વિદ્યાવિજયજી મારક ગ્રન્થમાળા નામની સંસ્થા અમારા સાઠંબાના સંધને ગૌરવ લેવા જેવી છે.
શાસનદીપક, અડવક્તા, પૂજ્યપાદ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબ એટલે પ્રભાવશાલી મુખમંડળ, હાસ્યયુકત મુખાકૃતિ, મસ્તક પર વિરલ ધવલ કેશ રાશિ, મહાવીરસ્વામીની અહિંસાને સૂચવનાર શુદ્ધ પવિત્ર અને સફેદ ખાદીના વસ્ત્રોથી આવૃત્તશરીર, મન્દ અને વિનમ્ર ચાલ, શાન્ત અને કયારેક સમાજની વિષમતાઓથી વ્યથિત થઈ પ્રલયંકર તોફાન, પ્રતિવાદી માટે અજેય વ્યક્તિત્વના માલિક હતા.
ગાંવ મેં હો તેલ, તેર મેં સત્ય, સત્ય ઋજુતા . वाणी में हो ओज, ओज़ में विनय, विनय में मुदुता ।।
પૂજયગુરૂદેવની આંખમાં તેજ હતું. તેમાં પણ સત્ય હતું. અને સત્યમાં પણ ઋજુતા (સરળતા) હતી. તેમની વાણીમાં એજ હતું, એજ પણ વિનય ધર્મમય હતું અને વિનય પણ માવગુણ યુક્ત હતે.