________________
પ૩૮]
| [ભગવતીસૂત્ર સારસંગ્રહ સમ્યગૂ દર્શનના અભાવમાં મતિ-અજ્ઞાની, શ્રત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની પણ પદાર્થને વિપરિત અને સંશયસીલ થઈને જશે. માટે મિથ્યાજ્ઞાન પ્રમાણિત હોતું નથી તેમના જોયેલા, જાણેલા અને પ્રરૂપેલા ત યથાર્થ ન હોવાના. કારણે પ્રમાણભૂત બની શકતા નથી.
ઈદ્રિને આશ્રયીને ઉત્પન્ન થનારા જ્ઞાનમાં અપૂર્ણતા. એટલા માટે છે કે બાહ્ય ઈન્દ્રિયને વિષય ગ્રહણ કરવાની શક્તિ જેમ મર્યાદિત છે તેવી જ રીતે ભાવેન્દ્રિાને પણ. વિશિષ્ટ પ્રકારની ક્ષાચિકી લબ્ધિ નહી મળેલી હોવાથી. અનંત સંસારને જાણી શકવા માટે સમર્થ નથી.
ક્ષાપશમિક જ્ઞાન ચાર પ્રકારે છે.
૧. મતિજ્ઞાન, ૨. શ્રતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મન પર્યાવજ્ઞાન. આમાં પહેલાના બે જ્ઞાનને પૌગલિક ઈન્દ્રિયોની અને મનની આવશ્યકતા અનિવાર્ય છે. જ્યારે છેલ્લા બે જ્ઞાન યદ્યપિ આત્મિક હોય છે, તે પણ જ્ઞાનાવરણીય કર્મોને સમૂહ સમૂળ નાશ પામેલો ન હોવાથી આ બંને જ્ઞાને છાઘસ્થિક કહેવાય છે. માટે જ અવધિજ્ઞાની અને મન:પર્યવ. જ્ઞાની પણ પૂર્ણજ્ઞાની નથી કેમકે અવધિજ્ઞાની ભાવથી અનંત પર્યાયે જાણે છે તે પણ પ્રત્યેક દ્રવ્યના અનંત પર્યાયે જાણી શકતા નથી, આ જ્ઞાન ગૃહસ્થને પણ થઈ શકે છે. પરંતુ તે ગૃહસ્થ શુદ્ધ અને સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર; તથા તપને આરાધક હોય તે તેમને પ્રાપ્ત થયેલું આ જ્ઞાન. પણ સ્વચ્છવિશાળ અને ઘણા લાંબા ભૂત કાળને પણ. જોઈ શકે છે.