________________
૪].
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ ગવાલા છે, તે ભાવમુનિઓ કહેવાય છે, તેવા સર્વ સાધુ મહારાજે ને મારા નમસ્કાર હો. - સર્વ શબ્દથી અઢીદ્વીપમાં રહેલા, જૈન શાસનની આરાધનામાં સમાહિત બનેલા, સામાયિકાદિ વિશેષણ યુક્ત પ્રમત્તાદિક,પુલાકાદિક-જિનકલ્પિક સ્થવિરકલ્પિક-પ્રતિમાધારી વગેરે બધાએ મુનિવરે જેઓ ભરતક્ષેત્રમાં-મારવાડમાંગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં-પંજાબમાં–અરાવતક્ષેત્રમાં -મહાવિદેહક્ષેત્રમાં જ્યાં કયાંય પણ વિચરતા હો તેમને સૌને મારી ભાવ વંદના હજે.
આ સર્વ શબ્દને વિશાળ અર્થ છે, જે ભગવતીસૂત્રને માન્ય છે. સારાંશ કે પિતાના જ ગચ્છમાં અને પોતાના જ સંઘાડામાં રહેલા સાધુઓ તથા સાધ્વીઓ વંદનીય છે. આ ટૂંકે અર્થ ભગવતીસૂત્રને માન્ય છે જ નહીં પણ પ્રત્યેક આચાર્યો પાસે ઉપાધ્યાયે પાસે (કાન વિ સાહૂ..) જે કેઈપણ સાધુઓ છે, તે બધાને મારૂં વંદન હો.
જીવમાત્રને મેક્ષમાર્ગ માટેનાં સહકાર અને ઉત્કટ પ્રેરણા દેવાવાલા હોવાથી મુનિરાજે અવશ્યમેવ વંદનીય છે.
આ પ્રમાણે પરમેષ્ઠિઓને કરેલું વન્દન જ સર્વશ્રેષ્ઠ ભાવમંગલ છે. પાપોને નાશ કરાવનાર છે, માટે જ પંચ પરમેષ્ઠી નમસ્કાર જૈનશાસનનો સાર છે.
બ્રાહ્મીલિપિ યદ્યપિ દ્રવ્યથત છે તો પણ ભાવશ્રતને પ્રાપ્ત કરાવવા માટે સમર્થ સાધન છે. માટે દ્રવ્યકૃતને વંદન કરવું યોગ્ય છે.
દ્રવ્યક્રિયાને કરતાં કરતાં જ ભાવકિયામાં અવાય છે, માટે દ્રવ્યકિયા, દ્રવ્યપૂજા આદિ વિધાનેનું બહુમાન કરવું આવશ્યક છે.